શહેરના તળાજા રોડ સંસ્કાર મંડળ નજીક આવેલ રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ તળાજા રોડ પર સંસ્કાર મંડળ નજીક આવેલ સોલંકી રેસ્ટોરન્ટમાં નોકરી કરતો મુળ સુત્રાપાડા તાલુકાના બળવાડા ગામે રહેતો પ્રદિપભાઈ વજુભાઈ સોલંકી ઉ.વ.રરએ રેસ્ટોરન્ટની બાજુની ઓરડીમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ નિલમબાગ પોલીસને કરાતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.