કમિયાળા ગામે કિશોરનો સર્પદંશથી જીવનદિપ બુઝાયો

916
guj1712017-4.jpg

કમિયાળા ગામે આજે સાંજના બાથરૂમમાં ન્હાવા જતા ૧૪ વર્ષના કિશોરના માથાના ભાગે ઝેરી સર્પે દંશ મારતા જીવનદિપ બુઝાયાની ઘટનાએ ભરવાડ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
ધોલેરા તાલુકાના કમિયાળા ગામે આજે સાંજના સુમારે કિશન મેરૂભાઈ મેર ઉ.વ.૧૪ રેે.ભરવાડવાસ બાથરૂમમાં ન્હાવા જતા સર્પે માથાના ભાગે અચાનક દંશ મારતા તુરંત ફેદરા ૧૦૮ના પાયલોટ અશરફ પઠાણ અને ઈએમટી હિરૂ પરમારને જાણ કરાતા ઘટનાસ્થળે દોડી જઈ ધંધુકાની એમ.એસ. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતુ તેને સારવાર મળે ત્યાં તો ઝેરી સર્પે દંશથી તેનો જીવન દિપ બુઝાઈ જવા પામ્યો હતો. આશાસ્પદ ભરવાડ સમાજે ૧૪ વર્ષના કિશોરને ગુમાવ્યો હતો ત્યારે સમગ્ર કમિયાળા ગામના ભરવાડ સમાજમાં શોક છવાયો હતો. અંતે કિશોરનો મૃતદેહ પી.એમ. માટે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.