શહેરના આડોડીયાવાસમાં રહેતો શખ્સ ઘોઘારોડ અને ગંગાજળીયા પોલીસમાં ઈંગ્લીશ દારૂ સાથે પકડાયેલ હોય જેના વિરૂધ્ધ પોલીસે પાસાની દરખાસ્ત કરતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વડોદરા જેલમાં પાસા તળે મોકલી આપવા હુકમ કર્યો છે.
ગંગાજળીયા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ અગાઉ ઈંગ્લીશ દારૂના ધંધામાં સંકળાયેલ સાહીલ વર્ગીસભાઈ પરમાર જાતે આડોડીયા રહે.સોનલ માતાજીના મંદિર પાસે, આડોડીયાવાસ મહાવિરનગર, તિલકનગર વાળાને ઈંગ્લીશ દારૂના અલગ-અલગ કેસમાં ઝડપી પાડેલ હતો.
જે અંગે ભાવનગરના જિલ્લા પોલીસ અધિક્ષક પી.એલ. માલની સુચના મુજબ તેના વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપવામાં આવેલ. જે દરખાસ્ત અંગે જિલ્લા મેજીસ્ટ્રેટે સાહીલ વર્ગીસભાઈ પરમારને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરેલ. જે હુકમ આધારે તા.૧૬-૧૧ના રોજ ભાવનગર ગંગાજળીયા પોલીસ ટીમે સાહીલ પરમારને પાસા હેઠળ વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.