ગઢુલા ગામે દુકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

1123
bvn17112017-3.jpg

સોનગઢ તાબેના ગઢુલા ગામે પોલીસે પૂર્વ બાતમી આધારે રેડ કરી દુકાનમાં રખાયેલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો છે.
પોસઈ આર.બી. વિહોલ સોનગઢ પોલીસ, એએસઆઈ ડી.એ. ગોહિલ, હેડ કોન્સ.વાય.એ. પઠાણ, પો.કોન્સ. ગૌતમભાઈ રામાનુજ, જયપાલસિંહ જાડેજા, હરીસિંહ ગોહિલ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે ગઢુલા ગામે ચોરા પાસે રહેતા કુલદિપસિંહ ઉર્ફે કે.કે. કિરીટસિંહ ગોહિલ પોતાની દુકાનમાં પરપ્રાંતનો ઈંગ્લીશ દારૂ રાખેલ છે અને વેચે છે તેવી બાતમી આધારે દુકાને રેઈડ કરતા કુલદિપસિંહ ઉર્ફે કે.કે. કિરીટસિંહ ગોહિલ ઉ.વ.૩પ રહે.ગઢુલા ગામવાળા મળી આવેલ અને પંચો સાથે દુકાનની જડતી તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ-૯૬ દારૂની બોટલ કિ.રૂા.ર૯,રપ૦ના મુદ્દામાલ સાથે મળી આવતા ધોરણસરની અટક કરી પ્રોહી. એકટ હેઠળ ગુનો રજી. કરવામાં આવેલ છે. આગળની તપાસ સોનગઢ પોલીસે હાથ ધરી છે.

Previous articleઆડોડીયાવાસના બુટલેગરને પાસા તળે વડોદરા જેલમાં ધકેલ્યો
Next articleકાશી વિશ્વનાથ મંદિરે સમાધી પૂજન