બાળ સુરક્ષા રથને જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે પ્રસ્થાન કરાવ્યુ

686

બાળ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જિલ્લા સેવા સદન, ગાંધીનગર ખાતે બાળ સુરક્ષા રથને જિલ્લા પોલીસ વડા વિરન્દ્રસિંહ યાદવે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા. 
 જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંજય પટેલ સમાજ સુરક્ષા અધિકારી મહિપાલસિંહ ડાભીએ જણાવ્યું  હતું કે, આ બાળ સુરક્ષા રથ ગાંધીનગર જિલ્લાના તમામ ગામોમાં બે માસ માટે ફરીને બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાના કાયદાની જાણકારી આપશે. 
તા. ૨૧ જુન, ૨૦૧૮ સુધી દરરોજ ગાંધીનગર જિલ્લાના પાંચ ગામોમાં સવારના ૯ થી ૬ કલાક બાળ સુરક્ષા રથ દ્વારા બાળકોના વિવિધ કાયદાઓ અને યોજનાઓની જાણકારી સહિત સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના જરૂરતમંદ લાભાર્થીઓને લાભ આપશે. 

Previous articleફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીએ અલ્જેરીયા ગવર્મેન્ટ સાથે સમજુતી કરાર
Next articleગાંધીનગર જિલ્લાના ભાટ ગામની શાળા ખાતે આદર્શ પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું