ફાગણની છડી પોકારતો કેસુડો

1358
guj12-2-2018-1.jpg

પ્રતિવર્ષ પાનખર ઋતુના આગમન સમયે વનવગડે વનસ્પતિ જગતના તમામ વૃક્ષો પોતાના પર્ણો-પુષ્પો-ફળોનો ત્યાગ કરી નિર્જીવ જેવી સ્થિતિમાં હોય છે. પરંતુ ફાટાબાજ કુદરત ઘોર વગડામાં પણ પોતાની પ્રતિતિના પુરાવા ચોક્કસ આપે છે. પાનખર ઋતુ બાદ ગ્રીષ્મ ઋતુનો આરંભ થતો હોય છે. ફાગણ માસને વધાવવા માટે કેસુડો એક જ પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરતો હોય તેમ પોતાની ડાળીઓ ઉપર મનમોહક પુષ્પોનો શણગાર સજી પ્રાણી માત્રનું ધ્યાન આકર્ષિત કરવા સાથે હર કોઈ માનવીનું મન મોહી લેવા તત્પર થયો હોય તેવું દ્રષ્ટીગોચર થાય છે.   

Previous article દામનગરમાં રસ્તાના નવનિર્માણ કાર્યમાં વ્યાપક ભ્રષ્ટાચારની ગંધ
Next article સ્માર્ટસિટી મિશન : ગુજરાતને ૫૦૯ કરોડની ફાળવણી