શાર્કઆઈડી નેટવર્ક વધારે છે, બિઝનેસ માટેની રજૂઆત

972
guj20222018-3.jpg

સ્માર્ટ ફોનબૂક એપ શાર્કઆઈડી દ્વારા કોર્પોરેટ કાર્ડથી સક્ષમ ‘શાર્કઆઈડી ફોર બિઝનેસ’ની રજૂઆત કરી છે. તે પ્રોફેશનલ્સ, બિઝનેસમેન, એસએમઈ અને બ્રાન્ડ્‌સને લક્ષમા રાખે છે.
ટેકનોક્રેટ અને સિરિયલ એન્ટરપ્રેનોર રમેશ સિંહા દ્વારા સ્થાપિત શાર્કઆઈડી એ એક સ્માર્ટ ફોનબૂક છે જે આપોઆપ ઓટોઅપડેટ થાય  છે અને ડિજિટલ કાર્ડ ફોર્મેટ કોન્ટેક્ટ્‌સ પર લક્ષ આપે છે. જ્યારે કંપની કાર્ડ રજિસ્ટર્ડ કરવામાં આવે છે ત્યારે અનેક ફિલ્ડ્‌સની માહિતી તેમાં ઉમેરાય છે જેના કારણે કોર્પોરેટ કાર્ડ બને છે. કંપની નામ કે બ્રાન્ડ સામાન્ય રીતે શાર્કઆઈડી પસંદ કરે છે. જ્યારે તે વેરિફાઈડ થાય છે  ત્યારે બ્રાન્ડ ડાયલિંગ થઈ શકે છે. માત્ર બ્રાન્ડ નેઈમ ડાયલ કરવાથી નજીકના આઉટલેટ સાથે ડાયલર કનેક્ટ થાય છે. (દા.ત. પિઝા હટ ડાયલ કરશો તો નજીકના પિઝા હટ આઉટલેટ સાથે કનેક્ટ થઈ શકાશે). કંપનીના દરેક કર્મચારીને શાર્કઆઈડી બિઝનેસ કાર્ડ આપી શકાશે અને ડેટાબેઝ રિયલટાઈમમાં અપડેટ થશે. એન્ટરપ્રાઈઝ માટે, કંપની અંતર્ગત કમ્યુનિકેશન માટે અને ગ્રાહકો સાથે કમ્યુનિકેટ કરવા માટે સરળતા મળે છે. એ જ રીતે હાઈરિંગ હેતુથી પણ શાર્કઆઈડીથી બેકગ્રાઉન્ડ ચેક પણ થઈ શકે છે – જેમાં વ્યક્તિ એ જોઈ શકે છે કે સંબંધિત વ્યક્તિ સંસ્થાની કોઈ વ્યક્તિ સાથે કનેક્ટેડ છે કે કેમ.
શાર્કઆઈડીના સ્થાપક રમેશ સિંહાએ આ અંગે કહ્યું હતું, ‘શાર્કઆઈડી  ફોર બિઝનેસ’ બિઝનેસ કરવાના માર્ગ પર મૂળભૂત રીતે અસર કરશે – જેમાં આરએન સુનિશ્ચિત કરશે કે તેમાં વધુ રેફરલ્સ, વધુ વિશ્વાસ, વધુ વાતચીત અને વધુ વોલ્યુમ્સ મળે. શાર્કઆઈડી સાથે કન્વર્જન્સ અને કન્વર્સેશન્સ મળશે જેના કારણે મને વિશ્વાસ છે કે એન્ટરપ્રાઈઝીસ આ આઈડિયાને અપનાવશે.
તેમણે કહ્યું હતું, ‘ઈમેજિન ટેકનોલોજી કે જે મૂળભૂત રીતે કોર મેનેજમેન્ટ ફંકશન્સ જેમકે એચઆર, કસ્ટમર રિલેશન્સ, સેલ્સ અને માર્કેટિંગ પરની  અસરો ધરાવે છે. માત્ર લોગો અને બ્રાન્ડ નેઈમ વિશે વિચારો – કેમકે બ્રાન્ડ નેઈમ શાર્કઆઈડી છે. જ્યારે ગ્રાહક કે સંભવિત બિઝનેસ બ્રાન્ડ માટે સર્ચ કરશે, જેના કારણે તેઓને બ્રાન્ડ્‌સના નેટવર્ક વિશે જાણકારી મળી શકશે અને તેઓ કઈ રીતે જોડાયેલા છે તેના વિશેની માહિતી મળશે. અભૂતપૂર્વ ઈન્ટેલિજન્સ વિશે વિચારો કે જેમાં વિવિધ વિભાગો જેમકે એચઆર, સેેલ્સ, માર્કેટિંગ, એડવર્ટાઈઝીંગ વગેરેને શાર્કઆઈડી દ્વારા મળશે અને કઈ રીતે તેને મહત્તમ કાર્યદક્ષતા સાથે ઉપયોગમાં લઈ શકાય છે.’
૨.૫ લાખથી વધુ ડાઉનલોડ્‌સ, ૨૫ લાખ કોલ્સ, ૩૫૦ લાખ મોબાઈલ નંબર નેટવર્ક અને ૫૦ લાક કોલર ડિસ્કવરીઝ સાથે કંપની યુઝર એક્સ્પિરિયન્સને વધારવા માગે છે અને ભારતમાં માર્ચ ૨૦૧૯ સુધીમાં ૧૦ મિલિયન સુધી યુઝરપૂલ વિસ્તરિત કરવાનું લક્ષ્ય ધરાવે છે.