દામનગરમાં રસ્તાના નવનિર્માણ કાર્યમાં વ્યાપક ભ્રષ્ટાચારની ગંધ

655
guj12-2-2018-3.jpg

દામનગર ધારા સભ્યની મધ્યસ્થી બાદ દામનગરથી પસાર થતા સાવરકુંડલા ભાવનગર હાઇવે રોડ બિસ્માર ધારા સભ્ય દ્વારા ગેરેન્ટી પિરિયડ બાકી હોય તેવા માર્ગો અંગે કામ કરતી એજન્સી અને તંત્ર બંનેને વિગતે રજુઆત કરતા ગારીયાધાર રોડનું સમાર કામ થયું થિંગડા મારી તંત્રએ સંતોષ માન્યો અને સાવરકુંડલા ભાવનગર હાઇવેનું પણ કામ શરૂ થયું દામનગરથી ધ્રુફણીયા જતો આ રોડ અતિ બિસ્માર બનતા ધારાસભ્ય ઠૂંમરે સ્થળ વિઝીટ કરી રોડની સમીક્ષા કરી તંત્ર પાસે ખુલાસો માંગ્યો ક્યારે બન્યો કોણે બનવ્યો આ રસ્તાનો ગેરેન્ટી પિરિયડ શરૂ છે કે કેમ આવી બાબતો મેળવી સબંધ કરતા તંત્રને તાકીદ કરી રોડનું કામ શરૂ તો કરાવ્યું પણ આ રોડ લાંબો સમય ટકશે કે કેમ ? આ સૌથી મોટો સવાલ છે આ રોડ અને ધ્રુફણીયા ઉમરડા નાના મોટા જલાલપુર સહિતના ગ્રામજનો તા૧૨/૨ ના રોજ અમરેલી ખાતે ધારાસભ્ય ઠૂંમરને મળી રજુઆત કરનાર હોવા વિગતો જાણવા મળે છે રોડના ચાલતા કામ સ્થળે અનેકો ગ્રામજનો સ્થળ વિઝીટ કરી ચુક્યા છે નવો બનતો સાવરકુંડલા ભાવનગર હાઇવે લાંબો સમય ટકશે નહિ તેવો ગણગણાટ સંભળાય છે