ખાદી પર લાગેલા GST દુર કરવા માંગ

832
bhav952017-1.jpg

કેન્દ્ર સરકારે તાજેતરમાં ખાદીના વસ્ત્રો તથા કાપડ પર પ થી લઈને ૧ર ટકા સુધીનો જીએસટી ટેકસ લાગુ કર્યો છે. આ ટેક્સને નાબુદ કરવા ગાંધી વિચારધારા મંચ તથા ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે.
તાજેતરમાં ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા સંઘની વાર્ષિક સાધારણ સભા ગુજરાત વિદ્યાપીઠના અહિંસા ભવન ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતભરમાં ખાદી અને ગ્રામોદ્યોગના કાર્ય સાથે સંકળાયેલ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિતના હોદ્દેદારો હાજર રહ્યાં હતા. જેમાં કેન્દ્ર સરકારે ખાદી અને તેની બનાવટો ઉપર પ થી લઈને ૧ર ટકા સુધીનો જીએસટી ટેકસ લાગુ કર્યો છે. જેને ગુજરાત ખાદી અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓએ સખ્ત શબ્દોમાં વખોડી જીએસટી દુર કરવા માંગ કરી છે. ખાદી તથા ગ્રામોદ્યોગ ગરીબ તથા આદિવાસી મહિલાઓને મોટા પ્રમાણમાં રોજગારી આપે છે. આ જીએસટી લાગુ કર્યે મોટો ફટકો પડશે. આ ઉદ્યોગને બચાવવા ભાવનગર ગાંધી વિચારધારા મંચ તથા ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જીએસટી નાબુદી અંગે રજૂઆત કરી હતી.