પાલીતાણા ખાતે મફત સીગારેટ ન આપતા બે શખ્સોનો છરીથી હુમલો

915
bhav952017-2.jpg

પાલીતાણા ખાતે ગોરાવાડીમાં પાનની દુકાન ધરાવતા યુવાન પાસે બે શખ્સોએ મફત સીગારેટ માંગતા જે દુકાન માલિકે ન આપતા છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસે બન્ને શખ્સોને ઝડપી લઈ લોકઅપ હવાલે કરી દીધા છે.
પ્રાપ્ત વિગત મુજબ, પાલીતાણા ખાતે સર્વોદય સોસાયટીમાં રહેતા અને ગોરાવાડીમાં પાનની દુકાન ધરાવતા નદીમભાઈ ઈબ્રાહીમભાઈ શાહ પાસે ગોરાવાડીમાં રહેતા ભોલુ જીતુભાઈ સાગઠીયા અને નીતિન ઉર્ફે સાંગો જીતુભાઈ સાગઠીયાએ આવી મફત સીગારેટ માંગતા જે નદીમભાઈએ ન આપતા ઉશ્કેરાઈ જઈ બન્ને શખ્સોએ નદીમભાઈને ઢીકાપાટુનો માર મારી છરી વડે સાંથળના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવમાં ઈજાગ્રસ્ત નદીમભાઈને લોહીલુહાણ હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી બન્ને શખ્સોને ઝડપી લઈ લોકઅપ હવાલે કરી દીધા છે.