તળાજા તાલુકાના કુંડેલી ગામ ખાતે આશરે રૂપિયા ૮પ (પંચાશી) લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થશે. ૧ર પથારી, પી.એમ. રૂમ, લેબોરેટરી, ફાર્મસી સ્ટોર, ઓપીડી વિભાગ સહિત પંચાવન સો ચો.ફુટના બાંધકામ સાથેના અદ્યતન નવા બિલ્ડીંગનું ખાતમુર્હુત ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ એ. સરવૈયાના હસ્તેગત લાભ પાંચમના રોજ કરવામાં આવ્યું હતું.
કુંઢેલી – ઘાંટરવાળા માર્ગ પર આ નવુ દવાખાનું બનાવવા માટે એક વિદ્યો કિંમત જમીન કુંઢેલીના પટેલ અજવાળીબહેન ગણેશભાઈ વશરામભાઈ ગોટી તરફથી દાનમાં આપવામાં આવી છે. આજુબાજુના ર૧ ગામોને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બની જતા આરોગ્ય સેવાનો લાભ મળશે. ખાતમુર્હુત વિધિમાં સરપંચ ગજુભા રાણા, દિલિપસિંહ રાણા, શંભુભાઈ ગોટી તેમજ સુરત સ્થિત વતનપ્રેમીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. કુંઢેલી પી.એચ.સી.ના કર્મચારીઓ સહિત ગામના યુવાનોએ વ્યવસ્થા સંભાળી હતી.



















