આચાર સંહિતા લાગુ,મંત્રીઓ, તંત્ર, કાયદો વ્યવસ્થાને લાગુ પડતાં નિયમો

1604
guj26102017-4.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ સમગ્ર રાજ્યમાં આચારસંહિતા લાગુ પડી છે. જેથી તંત્રની સંપૂર્ણ જવાબદારી ચૂંટણીપંચના તાબામાં આવી જતી હોવાથી રાજ્યમાં રાજકીય પક્ષો, વહીવટી તંત્ર અને કાયદો વ્યવસ્થા માટેની આચારસંહિતાનો ચૂસ્તપણે અમલ કરવાની જવાબદારી ચૂંટણીપંચ હસ્તક આવશે. વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી આચારસંહિતા અમલી રહેશે.
મંત્રીઓ અને સત્તાધિકારી સંબંધી આચારસંહિતા
•     કોઇપણ નાણાકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરાશે નહીં
•     કોઇપણ યોજનાનું શિલાન્યાસ કરાશે નહીં
•     સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં કોઇપણ નિમણૂંક અપાશે નહીં
•     મંત્રી કે બોર્ડ-નિગમના પદધિકારી વિભાગની કચેરીની મુલાકાત લઇ શકશે નહીં
•     કટોકટી સમયે જ મંત્રી કે મુખ્યમંત્રી કચેરીની મુલાકાત લઇ શકે છે
•     કેન્દ્રીય ચૂંટણીપંચને જાણ કરીને જ પોતાના મતવિસ્તાની મુલાકાત લઇ શકશે
•     અંગત મુલાકાત દરમિયાન મંત્રીઓ ગાર્ડ કે પાયલોટ કારનો ઉપયોગ કરી શકશે નહીં
•     મંત્રી સરકારી વાહનોનો ઉપયોગ ઘર અને કચેરી વચ્ચે જ કરી શકશે
•     ચૂંટણી દરમિયાન આવતાં કેન્દ્ર કે રાજ્યના મંત્રીઓને રાજ્યના અતિથિ ગણાશે નહીં
•     મંત્રીઓ ચૂંટણી દરમિયાન સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી શકશે નહીં
•     પ્રચારમાં સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને સાથે લઇ જવાશે નહીં
•     ચૂંટણી સભાના મેદાન અને હેલિપેડનો ઉપયોગ તમામ પક્ષો કરી શકશે
•     સરકારી વિશ્રામગૃહ અને અતિથિગૃહમાં રાજકીય બેઠકો કરી શકશે નહીં
•      સરકાર દ્વારા લીધેલી લોનની ભરપાઇ ચૂંટણી દરમિયાન કરી શકાશે નહીં
•     સરકારી ખર્ચે રાજકીય સમાચાર માધ્યમોમાં જાહેરાત આપી શકાશે નહીં
•     શાળા, કોલેજોનો ઉપયોગ રાજકીય પ્રવૃતિ માટે થઇ શકશે નહીં
•     કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓની માહિતી કે લેખ પ્રચાર માધ્યમોથી દૂર કરવાના રહેશે
•     સરકારી કે જાહેર મકાનો પર રાજકીય વ્યક્તિઓના ફોટા કે ચિત્ર લગાડી શકાશે નહીં
•     રાજ્યના મંત્રીઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વીડિયો કોન્ફરન્સ કરી શકશે નહીં
•     ચૂંટણી દરમિયાન રાજ્ય સરકાર નીતિ વિષયક જાહેરાત કરી શકશે નહીં
•     કેન્દ્રીય જાહેર આયોગ અને રાજ્ય સેવા આયોગમાં ભરતી કે બઢતી કરી શકશે નહીં
•     ભપકાદાર સમારંભો યોજી શકાશે નહીં
•     વૈશ્વિક ટેન્ડરો માટે ચૂંટણીપંચની મંજૂરી બાદ કામગીરી થઇ શકશે
•     ચોક્કસ સરકારી અધિકારી અને કર્મચારીઓની બદલી કરી શકાશે નહીં
કાયદો વ્યવસ્થા સંબંધી આચારસંહિતા
•     રીઢા ગુનેગારો, અસામાજિક તત્વોને પેરોલ પર છોડવા નહીં
•     ભાગેડુ ગુનેગારોની યાદી તૈયાર કરવાની રહેશે
•     સ્ફોટક સામાગ્રીની દુકાનોના લાયસન્સની ઝીણવટભરી તપાસ કરવાની રહેશે
•     લાયસન્સ ધરાવતાં હથિયારો જમા કરાવવાના રહેશે
•     મતદાનની તારીખથી ત્રણ દિવસ અગાઉ વાહનોનું કડક ચેકિંગ
•     સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં સધન પેટ્રોલિંગ કરવાનું રહેશે
•     મતદારોને ધાગધમકી આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
વહીવટીતંત્ર સંબંધી આચારસંહિતા
•     ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ આપવી પડે
•     મતદાન મથક, મતગણતરી કેન્દ્ર અને ઈફસ્ને સુરક્ષિત રાખવા સ્ટ્રોંગરૂમ બનાવવાના રહેશે અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
•     પુરુષ જેટલાં જ મહિલા મતદારો પણ મતદાન કરવા આવે તે માટે ખાસ સુવિદ્યાઓ ઉભી કરવી
•     ચૂંટણી માટેના વાહન સંપાદન કરવા માટે વળતરની ચૂકવણીની અમારી જવાબદારી નહીં એવી જોગવાઇ છે
•     બિમાર અને સ્તનપાન કરાવતી મહિલાઓને ચૂંટણીની ફરજમાંથી મુક્તિ અપાશે
•     મતદાન મથક ઉપર ઉમેદવારો અને ટેકોદારોની વધુ સંખ્યા રાખવામાં આવશે નહીં
•     ઉમેદવારો અને ચૂંટણી એજન્ટોને ખાસ ફોટો ઓળખપત્ર આપવામાં આવશે
•     દર મતદારે મતદાન કરતાં પહેલાં ઓળખકાર્ડ રજૂ કરવાનું રહેશે

Previous articleવૃદ્ધ, અશક્ત, દિવ્યાંગો માટે મતદાનમથકે વ્હીલચેર મુકાશે
Next articleગુજરાત વિધાનસભાની ચૂંટણીનો વિધિવત કાર્યક્રમ