બ્રહ્મસમાજની બે દિવસીય ચિંતન શિબિર યોજાશે : યજ્ઞેશ દવે

994

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની રાજ્યકક્ષાની ચિંતન શિબિર તારીખ ૮ અને ૯ સ્વામિનારાયણ વિશ્વવિદ્યાલય ગુરુકુળ નિરમા યુનિવર્સિટી સામે વૈષ્ણોદેવી સર્કલ અમદાવાદ ગાંધીનગર હાઈવે ખાતે યોજાનાર છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાનો કન્વીનર યજ્ઞેશ દવે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કેઆ બે દિવસની આ બે દિવસની ચિંતન શિબિરમાં ગુજરાતના ખૂણેખૂણેથી બ્રહ્મ આગેવાનો તેમજ બ્રાહ્મણ અને ધાર્મિક સંસ્થાઓના વડાઓ જોડાશે આ બે દિવસથી ચિંતનશિબિરમાં ૫ સત્ર રાખવામાં આવેલ છે જેમાં યુવા સત્ર મહિલા સત્ર ધાર્મિક સત્ર સામાજિક સત્ર અને રાજકીય સત્ર નો સમાવેશ થાય છે આ ૫ સત્ર માં ગુજરાતના નામાંકિત અને ધાર્મિક બ્રહ્મ સંબોધશે અને ગુજરાતના બ્રાહ્મણોને પડતી વિવિધ તકલીફો બાબતે ચિંતન કરી અને ઠરાવ પસાર કરવામાં આવશે જેમાં સાઈરામ દવે, રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સંજયભાઇ રાવલ, ચૈતન્ય શંભુ મહારાજ, ભરતભાઇ પંડયા, અમિતભાઈ ઠાકર, ભાસ્કરભાઇ ઠાકર, ભાવનાબેન દવે, જાગૃતિબેન પંડ્‌યા, અવનીબેન વ્યાસ, કૌશિકભાઈ મહેતા, નિજાનંદ બાપુ, દેવાંગભાઈ ભટ્ટ, ધૃતિબેન ભટ્ટ વગેરે સહિત સમાજ અગ્રણીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ આ ચિંતન શિબિરની ચર્ચાઓમાં ભાગ લેશે. જેમાં મુખ્યત્વે કર્મકાંડી બ્રાહ્મણોના વીમા કવચ બ્રહ્મ ગૌરવ એવોર્ડ બિઝનેસ સમિટ હેલ્પલાઇન કુટુંબ સલાહ કેન્દ્ર અને સમાજ માટે ઉભી કરવામાં આવેલ હોસ્ટેલ નો મુદ્દો મુખ્યત્વે રહેશે તેમજ બ્રહ્મ વિકાસ આયોગ ના બદલે તેના  મુદ્દા સરકાર દ્વારા બિન અનામત જ્ઞાતિ વિકાસ નિગમમાં સમાવી લેવામાં આવ્યા તેની પણ ચર્ચા કરવામાં આવશે.

સમાજના યુવાનોમાં પરંપરાગત ધાર્મિક ભાવના જળવાઇ રહે તેમજ સોશિયલ મીડિયા ઉપર વૈદિક ધર્મ અને બ્રાહ્મણો ઉપર થતાં અતિક્રમણ નું નિદાન થાય તે માટે તંદુરસ્ત ચર્ચા કરી અરસપરસના વિચાર-વિમર્શ દ્વારા તેનો નિકાલ લાવી અને સમાજમાં રહેલી ત્રુટિ અને નિરાશાઓ અને દૂર કરવીતે હેતુ પણ આ ચિંતન શિબિરમાં મુખ્ય રહેશે તેવું યજ્ઞેશ દવે જણાવ્યું હતું.