સેન્ટ્રલ વિસ્ટામાં વોકીંગ પાર્કમાં રખડતાં ઢોરનો ત્રાસ

800
gandhi27102017-2.jpg

શહેરની મધ્યમમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં મોટા ભાગના લોકો વોક કરવા આવે છે. જેમા બાળકોથી લઇને મોટેરાઓનો સમાવેશ થાય છે. ગાર્ડનમાં રખડતા પશુઓના વિષ્ટાથી હાલાકી વેઠવી પડે છે. ટ્રેક ઉપર પોદડા જોવા મળતા વોકર્સમાં તંત્ર સામે નારાજગી જોવા મળે છે. રખડતા પશુઓને ગાર્ડનની બહાર ધકેલી નાગરિકો ને નવા વર્ષે સુખાકારી આપવામાં આવે તેવી માંગ કરાઇ છે. શહેરમાં પશુઓ રાખવા નહિં તેના માટે મહાપાલિકાએ જાહેરનામુ બહાર પાડ્‌યુ છે. પરંતુ જાહેરનામુ માત્ર લોકોની જાણકારી માટે પાડવામાં આવ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. જાહેરનામાની ઐસી તૈસી કરીને પણ શહેરમાં પશુઓ જોવા મળી રહ્યા છે. લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી રોડ રસ્તા ઉપર પશુઓ જોવા મળતા હતા, પરંતુ હવે તો બાગગ બગીચામાં પણ જોવા મળી રહ્યા છે. ૪ સર્કલ પાસે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં વોકર્સ માટે ટ્રેક બનાવાયો છે. પરંતુ વોકમાં ઠેર ઠેર પશુઓ અને તેનુ વિષ્ટા જોવા મળી રહ્યુ છે વોકર્સમાં રોષ જોવા મળે છે. ગંદકીથી નાગરિકોને ક્યાં પગ મુકવો તેની સમસ્યા થઇ રહી છે. શહેરના આગેવાન મેહુલ પટેલે કહ્યુ કે, શિયાળાની શરૂઆત થઇ છે. ઉંમર લાયકથી લઇને ભૂલકાઓ પણ પરિવાર સાથે વોક માટે આવે છે. ત્યારે ગંદકી હોવાથી વોક કરવાનુ છોડી અન્ય જગ્યાએ ચાલવા લાગે છે. ટ્રેક બનાવવાનો મતલબ સિદ્ધ થતો નથી. નવા વર્ષે મહાપાલિકાનુ તંત્ર ગંભીરતા બતાવી લોકોની સુખાકારીના પગલા ભરે તેવી આશા રાખી રહ્યા છીએ. બગીચામાં ચાલવા માટે જે રસ્તો (ટ્રેક) બનાવેલો છે તે ના પર ભેંસોને છોડી દેવામાં આવે છે.

Previous articleભાજપ સરકાર હાર ભાળી ગઈ છે, હાર્દિકને ડરાવી કે દબાવી નહિ શકે : શક્તિસિંહ ગોહિલ
Next articleગુજરાતના કેટલાં દબંગ નેતા લાયસન્સવાળા હથિયાર ધરાવે છે