ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવામાં વધારો

1210
guj27102017-2.jpg

દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સંચાલિત એમ્બ્યુલન્સ સેવામાં વધુ એક નવી ગાડીનો ઉમેરો ભુરખીયા હનુમાનજીના સેવક રાજકોટના વણિક સંજયભાઈ રસિકભાઈ ધોળકિયા હાલ મુંબઈના આર્થિક સહયોગથી અદ્યતન સુવિધા યુક્ત વધુ એક નવી એમ્બ્યુલન્સ સેવારત કરતા આધુનિક મોટી એમ્બ્યુલન્સ સેવારત છે ત્યારે દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો માટે નાના રસ્તા ઓ શેરી ગલી કે સાંકડી જગ્યા પરમાં સહેલાયથી પહોંચી શકે અને મધ્યમ ભાડાથી ચલાવી શકાય તેવી અનેકો બાબતોનો વિચાર કરી નાની એમ્બ્યુલન્સને સાર્વજનિક સેવામાં ઉમેરાતા ખૂબ સરાહના થયેલ. દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ એમ્બ્યુલન્સ સેવામાં ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સંચાલિત બંને એમ્બ્યુલન્સ સેવારત થતા સર્વત્ર સરાહના દર્દી નારાયણોની સેવામાં વૃદ્ધિ થતા નાની મોટી બંને અદ્યતન મેડિકલ સિસ્ટમ સાધનોની સગવડો ધરાવતી લેટેસ્ટ ટેકનોલોજી સજ્જ એમ્બ્યુલન્સ સેવા ની શરૂઆત ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સર્વોની હાજરીમાં લાભપંચમીના દીને લોકાર્પણ થયું હતું.