ભિગરાડના લોકોએ સામુહિક સ્વચ્છતા ઝુંબેશ ઉપાડી ગામને નંદનવન બનાવ્યું

888
guj28102017-4.jpg

દામનગરના ભિગરાડ સમસ્ત ગ્રામજનો દ્વારા સામુહિક સ્વચ્છતા અભિયાન હજારોની સંખ્યામાં ગ્રામ સફાઈ ઝુંબેશમાં નાના મોટા આબાલવૃધ્ધ સૌ કોઈ દ્વારા આજે સામુહિક સફાઈ આદર્શ ગામ ભિગરાડમાં લાઠીયા માણેકભાઈ શામજીભાઈના નેતૃત્વમાં કર્યું હતું. ગામની દરેક સુવિધા માટે સફાઈ જળ સંસાધન, બેટી બચાવો, વ્યસનમુક્તિ સહિત કાર્યોમાં સખાવત કરતા માણેકભાઈ લાઠીયા દ્વારા ભિગરાડ ગામમાં વૃધ્ધો માટે સંપૂર્ણ પૌષ્ટિક આહાર વિનામુલ્યેની વ્યવસ્થા કરેલ. બુનિયાદી સુવિધા માટે તત્પર દાતા પરિવાર દ્વારા કાયમી વૃધ્ધો માટે ભોજન વ્યવસ્થા, ઘરબેઠા ટિફિન સેવા, વ્યસનમુક્તિ માટે કાયમી ચાર્ટ પ્રદર્શન, માર્ગદર્શન સેમિનારો, આદર્શ ગામ ભિગરાડમાં દરેક વ્યક્તિઓ વચ્ચે અદ્દભૂત ભાતૃપ્રેમ એક્યતા તમામ જાતિની વંદનિય એકતા દ્વારા સાર્વજનિક સેવાઓ સફાઈ અભિયાન, વ્યસનમુક્તિ પર્યાવરણ જળસંસાધનની નમૂના રૂપ કામગીરી, શિક્ષણ વ્યવસ્થા ધ્યાનકેન્દ્ર સહિતની ઉદાર હાથે સખાવતો કરી ગ્રામ ઉત્થાનની સુંદર પ્રવૃત્તિ કરતા ગ્રામજનો કોઈ નાતિ-જાતિના ભેદભાવ વગર સામુહિક સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડી ગામને નંદનવન બનાવ્યું હતું.