મહુવામાં ગટર ઉભરાતા કાર્યકરો પાણીમાં ચાલીને ફોર્મ ભરવા ગયા : રાહદારીઓ પરેશાન

746
guj21112017-5.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દિવસેને દિવસે રાજકિય રંગ જામતો જાય છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ તળે ચાલેલી ભાજપ સરકાર ફરી એકવાર હું છું વિકાસ હું છું ગુજરાતના સુત્ર સાથે મેદાનમાં આવી છે ત્યારે વિપક્ષના સુત્ર વિકાસ ગાંડો થયો છે ને જબરદસ્ત સમર્થન મળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
આજરોજ મહુવા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કરવા માટે પોતાના કાર્યકરો સાથે પગપાળા ચાલીને શહેરના મુખ્ય માર્ગે થઈને જઈ રહ્યાં હતા ત્યારે ભાદ્રોડ ગેઈટ નજીક ગટર ઉભરાતા તેના પાણી બજારમાં ફરી વળ્યા હતા ત્યારે આ વિસ્તાર ટ્રાફીકથી ધમધમતો હોવાથી અહીં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો તેવામાં વાહનોના ટ્રાફિકના કારણે ભાજપના કાર્યકરો પણ ગટરના પાણીમાં ચાલવા મજબુર બન્યા હતા તેવા સમયે ભાજપના કાર્યકરોના હાથમાં રહેલ વિકાસના બેનર જોઈને રાહદારીઓએ પણ તે જ સમયે કાર્યકરોને ઉભરાતી ગટરના પાણી દેખાડીને રૂબરૂ જ કહ્યું હતું કે જોઈલો આ તમારો વિકાસ ગાંડો થયો છે કે નહીં તેવામાં કાર્યકરોએ પણ જવાબ દેવામાં શરમ અનુભવી હતી. અહીં ઉભરાયેલ ગટરના ગંદા પાણીને લઈ રાહદારીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં અવારનવાર ગટરના પાણી દુર-દુર સુધી ફેલાતા રહીશોમાં પણ રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Previous articleસુરક્ષા તંત્રની ફ્લેગમાર્ચ
Next articleકોંગી અસંતુષ્ટોનો ઉગ્ર આક્રોશ : કોંગ્રેસ કાર્યાલય પર મોડીરાત્રે તોડફોડ કરી શહેર પ્રમુખનો ઘેરાવ કર્યો