હાર્દિક પટેલનો રવિવારે શહેરમાં રોડ-શો, જાહેરસભાનું આયોજન

654
bvn28102017-6.jpg

ગુજરાત વિધાનસભા ઈલેક્શન ડિક્લેર થઈ ગયેલ છે તેવામાં તમામ રાજકિય પક્ષોમાં પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયેલ છે અને પક્ષો દ્વારા તમામ જ્ઞાતિ/સમાજના મતદારોને રીજવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે તેવામાં ભારતીય જનતા પાર્ટી માટે પડકાર રૂપ પાટીદાર ફેક્ટર દિવસે દિવસે ભાજપા માટે મુસીબત બનતી જાય છે તેવામાં આગામી તા.ર૯-૧૦-ર૦૧૭ના રવિવારના રોજ પાસ નેતા હાર્દિક પટેલ ભાવનગર ખાતે જંગી સભા અને રોડ શોનું આયોજન કરેલ છે. જેમાં હાર્દિક પટેલ સહિત ગુજરાત પાસના અન્ય કન્વીનરો તેમના કાર્યકરો સાથે હાજર રહેશે. આ રોડશોની શરૂઆત તા.ર૯-૧૦-ર૦૧૭ના રોજ બપોરે ૪ કલાકે ગઢેચી વડલા, સરદાર પ્રતિમાને ફુલહાર ચડાવી પ્રસ્થાન કરશે અને જશોનાથ સર્કલ, ખારગેઈટ, નિલમબાગ, વિજયરાજનગર વિગેરે રૂટ ઉપર ફરશે અને અંતે પ્રગતિ મંડળની વાડી, વિજયરાજનગર ખાતે જાહેરસભાના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. સદર પ્રોગ્રામનું સંચાલન ભાવનગર જિલ્લા પાસ કન્વીનર નીતિન ઘેલાણી, પ્રતાપભાઈ પટેલ, સહ કન્વીનર સંજયભાઈ ડોંડા તથા અન્ય પાસ આગેવાનો તેમજ પાટીદાર યુવાનો હાજર રહેશે અને ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ભાઈઓ તથા બહેનોને મોટીસંખ્યામાં આ પ્રોગ્રામમાં પાટીદારોને બહોળી સંખ્યામાં હાજર રહેવાનું પાસ કન્વીનર નીતિન ઘેલાણી દ્વારા આહવાન કરવામાં આવેલ છે.