કાળાનાળા સીટી સેન્ટર કોમ્પ.માં બેઝમેન્ટની બે દુકાનોમાં આગ

709
bvn29102017-5.jpg

શહેરના કાળાનાળા સીટી સેન્ટર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં આવેલી બે દુકાનોમાં આજે રાત્રિના સમયે કોઈ કારણોસર આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે જઈ એક ગાડી પાણી છાંટી આગ બુજાવી દીધી હતી. જેમાં ફર્નિચર અને દવાનો જથ્થો બળીને ખાક થઈ જવા પામ્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કાળાનાળા ચોકમાં આવેલ સીટી સેન્ટર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં દુકાન નં.૧૧ તથા ૧ર એસ.આર. ડીસ્ટ્રીબ્યુટર્સમાં રાત્રિના સમયે આગ લાગતા તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને એક ગાડી પાણી છાંટી આગ બુજાવી દીધી હતી. બન્ને દુકાનોમાં ફર્નિચર અને દવાનો જથ્થો બળીને ખાક થઈ જવા પામ્યો હતો. દુકાનના માલિક પરવેઝખાન આઈ. પઠાણ હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું. રાત્રિના સમયે આગનો બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા.

Previous articleસિહોર તાલુકામાં હાર્દિક પટેલનું ઠેર-ઠેર સ્વાગત કરાયું
Next articleકુંભારવાડા ખાતે નાળામાંથી પુરૂષનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો