જાફરાબાદના બલાણા ગામે તળાવમાં ન્હાવા પડેલ ત્રણ બાળાના ડુબી જતા મોત નિપજયાં

1012

જાફરાબાદનાં બલાણા ગામે તળાવમાં ન્હાવા પડેલ ત્રણ બાળાના ડુબી જતાં મોત નિપજયાં હતાં. બનાવની જાણ થતા ગ્રામજનો બનાવ સ્થળે દોડી ગયા હતાં અને ત્રણેય બાળાઓને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જયાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતાં.

જાફરાબાદના બલાણા ગામે કોળી સમાજની ત્રણ બાળાઓ ગામના પાદરના તળાવમાં નાવા ગયેલા દીપકાબેન મોહનભાઈ (ઉ.વ.૧૦), પરમાર નાની બહેન (ઉ.વ.૯), મંજુબેન લાખાભાઈ બાંભણીયા (ઉ.વ.૧ર) (જેંમા ર સગીબહેનો) એકનો પગ લપસી જતા ડુબી બહેનને બચાવવા જતા તેની સાથે આવેલ મંજુબેન લાખાભાઈ બાંભણીયા પણ પાણીમાં ડુબવા લાગતા પાસેથી માલ ઢોર ચારતા માલધારીને ખબર પડતા સરપંચ છગનભાઈ ડાભી, ઉપસરપંચ કરશનભાઈ સહિત ગામ આગેવાનો નિતેશભાઈની યુવા ટીમ દોડી જઈ ત્રણેય બાળાઓને પાણીમાંથીબ હાર કાઠી ૧૦૮ દ્વારા તાબડ તોબ જાફરાબાદ હોસ્પિટલ લાવતા જયા હાજર ડોકટર તપાસ કરતામૃત જાહેર કરતા કોળી સમાજ અને ગામ આખામાં શોકનો માહોલ અરેરાટી સાથે છવાયો. જેમાં હોોસ્પિટલે હીરાભાઈ સોલંકી દ્વારા જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળ, તાલુકા પંચાયતના ભીમભાઈ કવાડ, મામલતદાર ચૌહાણ, પાંચાભાઈ ડાભી ચેરમેન સહિત ત્રણેય બાળાઓના પી.એમ. કાર્યવાહી તાબડતોબ કરાવી અંતીમ વિધી માટેની તમામ મદદે દોડી ગયાં.