રાજુલામાં મહાકાળી મંદિરે તુલસી વિવાહની તડામાર તૈયારી

880
guj30102017-7.jpg

રાજુલાના પ્રખ્યાત વન વિભાગ કચેરી ભવ્ય મહાકાળી મંદિર દ્વારા તા.૩૧-૧૦-૧૭ને મંગળવારે શંભુ ભગત દ્વારા રોપાયેલમાં ભગવતી તુલસીમાં તે પરણાવવા ખાખબાઈ ગામના ખાખબાઈ માતાજીના મંદિરેથી હરગોવિંદદાસબાપુ રઘુરામબાપુ ગોંડલીયા ઠાકોરજીને વરરાજા બનાવી જાડી જાન લઈને મહાકાળી મંદિરે પધારશે. આ ભવ્ય પ્રસંગે અખીલ ભારતીય પંચ નિર્મોહી અખાડાના હરવ્યાસજી સંતોષી અને શિવરામબાપુ ઉપસ્થિત રહેશે. આ અલૌકિક પ્રસંગનો લાભ લેવા બાબરીયાવાડની જનતાને શંભુ ભગત દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવતા અશ્વિનભાઈ તથા મુકેશભાઈની યાદીમાં જણાવાયું છે.