હિમાલીયા મોલ પાસે ટ્રેક્ટરની પાછળ રીક્ષા ઘુસી : ચાલક ગંભીર

1064
bvn492017-13.jpg

શહેરના હીમાલીયા મોલ પાસે બપોરના સમયે મહાપાલિકાના ટ્રેક્ટરની પાછળ લોડીંગ રીક્ષા ઘુસી જતા રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ઘોઘારોડ પર રહેતા દિનેશભાઈ રામજીભાઈ વાળા પોતાની લોડીંગ રીક્ષા નં.જી.જે.૪.યુ. ૧૮૭૯ લઈ માર્કેટીંગ યાર્ડથી પોતાના ઘરે પરત ફરતા હતા તે વેળાએ મહાપાલિકાના સોલીડ વેસ્ટના ટ્રેક્ટર નં.જી.જે.૪.ટી. ૪૬૭૩ની પાછળ ઘુસી જતા રીક્ષા ચાલક દિનેશભાઈ વાળાની ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Previous articleમનપામાં અલગ-અલગ વિભાગમાં કર્મીઓની ભરતી અર્થે પરીક્ષા યોજાઈ
Next articleઅલંગ વાડી વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા : બે ફરાર