મનપામાં અલગ-અલગ વિભાગમાં કર્મીઓની ભરતી અર્થે પરીક્ષા યોજાઈ

775
bvn492017-12.jpg

ભાવનગર મહાપાલિકામાં વિવિધ વિભાગોમાં કર્મચારીઓની ખાલી પડેલી જગ્યાઓમાં સીધી ભરતી અર્થે આજરોજ લેખીત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની દક્ષિણામૂર્તિ વિનય મંદિર, આર.કે. ઘરશાળા તથા ગીજુભાઈ વિનય મંદિર ખાતે સવારે ૮ થી સાંજના ૭ કલાક સુધી યોજાયેલ પરીક્ષામાં કુલ ૧૯૬૩ પરીક્ષાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. જ્યારે ૩૦ ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. કુલ ૧૦ કેડેટસ માટે યોજાયેલા પરીક્ષા સંદર્ભે મ્યુ. કમિશ્નર, મનોજ કોઠારીએ મહાપાલિકાના ક્લાસ-૩ના અધિકારીગણને કામગીરી સોંપી હતી. પરીક્ષા સંબંધી તમામ પ્રકારની વ્યવસ્થાઓ તથા સુરક્ષા-વ્યવસ્થાઓ ચુસ્તપણે ગોઠવવામાં આવી હતી.