બોટાદના ત્રિકોણી ખોડીયાર પાસેથી ઈંગ્લીશ દારૂ-બિયર સાથે બે ઝડપાયા

1008
bvn492017-3.jpg

બોટાદના ત્રિકોણી ખોડીયાર પાસેથી ઈંગ્લીશ દારૂ-બિયર લઈ મોટરસાયકલ પર પસાર થઈ રહેલા બે ઈસમોને બોટાદ એલસીબી સ્ટાફે બાતમી રાહે વોચમાં રહી ઝડપી લીધા હતા.
બોટાદ એલ.સી.બી. ના પો.સબ.ઇન્સ. વી.ડી.ધોરડા તથા એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે પાળીયાદ રોડ ઉપર એક મોટરસાયકલ ઉપર બે ઇસમો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇ બોટાદ તરફ આવે છે. જે બાતમી આધારે તે મોટરસાયકલ બોટાદ ત્રીકોણી ખોડીયાર પાસે આવેલ એકસીસ બેન્કના એ.ટી.એમ. પાસે ઉભુ રખાવી ચેક કરતા મોટરસાયકલ ઉપર બેસેલ બંન્નેની વચ્ચેના ભાગે સીટ ઉપર બે મોટા વિમલ પાન મસાલાના કાપડના થેલામાથી ઇંગ્લીશ દારૂની બોટલો કુલ બોટલ નંગ-૨૪ તથા બીયર ટીન નંગ-૨૪ તથા બે મોબાઇલ તથા એક મોટરસાયકલ મળી કુલ કિ.રૂ.૨૩,૯૯૪/- નો મુદામાલ કબ્જે કરેલ તથા મોટરસાયકલ ચાલક અજયભાઇ નાથાભાઇ દવે  ઉવ.૨૨ રહે.બોટાદ, ગઢડા રોડ તથા તેની સાથેનો આરોપી પંકજભાઇ હીરાભાઇ સુંબડ  ઉવ.૨૧ રહે.બોટાદ, ગઢડા રોડ રહે.બંન્ને અવધપાર્ક નાઓ પાસેથી કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ તળે કાયદેશર કાર્યવાહી કરી આરોપીઓ તથા  મુદામાલ પાળીળયાદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવી સોંપી આપેલ.