ગુડાની ગુનાહીત બેદરકારી કે ભ્રષ્ટાચાર, સોસાયટીના રસ્તામાં કોઇ એ દિવાલ ચણી દીધી

847
gandhi31102017-3.jpg

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા મંજુર રાયસણ વિસ્તારમાં આવેલી ૩ સોસાયટીઓને જોડતો રોડ ૬ વર્ષથી બન્યો હતો. વડાપ્રધાનને રજુઆત કરાઇ ત્યારે તાજેતરમાં ગુડાએ માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરતા નાટ્યાત્મ રીતે વચ્ચે દિવાલ બની જતા ગુડાએ માર્ગ બનાવવાની કામગીરી પડતી મુકી દીધી છે અને હવે રોડનું કામ અટકી ગયું છે. રણાસણ વિસ્તારમાં આવેલી પ્રમુખ એલેગન્સ, પ્રમુખ સીગ્નેચર તથા હરીધામ એન્કલેવમાં ૩૫૦ પરીવારો રહે છે. સોસાયટીઓનાં નિર્માણ માટે વર્ષો પહેલા ગુડા દ્વારા બાંધકામની મંજુરી કઇ રીતે અપાઇ તે સવાલ છે. બિલ્ડરોએ સામાન્ય નાગરીકોને દિવા સ્વપ્નો બતાવીને રોકડી કરી લીધી છે. ત્યારે ગુડાનાં પાપે નાગરીકો છેલ્લા ૫-૬ વર્ષથી હાડમારી વેઠી રહ્યા છે. સોસાયટીનો કાયદેસરનો માર્ગ હોવા સહિતનાં મુદ્દે ગુડાથી માંડીને વડાપ્રધાન સુધી વારંવાર લેખીત ફરીયાદો કરવામાં આવી છે. છતા પરીણામ શૂન્ય છે. ગુડા દ્વારા નાગરીકોને તો ઠીક પ્રધાનમંત્રી કાર્યાલયને પણ ગેરમાર્ગે દોરતા જવાબો રજુ કરવામાં આવ્યા હતા. ગુડા દ્વારા પ્રાથમિક સુવિધાઓ જેવી કે મુખ્ય માર્ગોને જોડતા માર્ગ, પાણી તથા ગટરની વ્યવસ્થા તથા સ્ટ્રીટ લાઇટ વગેરેનાં આયોજન પણ કરવામાં આવ્યુ નહોતુ. ૩૦૦ મીટર દુર આવેલા મુખ્ય માર્ગને જોડતો માર્ગ આપવામાં પણ ગુડા ઠાગાઠૈયા કરી રહ્યુ છે. પ્રમુખ એલીગન્સ ઓનર્સ વેલફેર એશોસેશીનનાં સભ્યોનાં જણાવ્યાનુંસાર દિવાલ ગુડાને ભાવતુ હતુ અને વૈદે કહ્યાની જેવા સંજોગોમાં બની ગઇ છે. ત્યારે હવે સમગ્ર મામલો પોલીસ કેસનો થઇ ગયો હોવાનું ગુડા તંત્રએ જણાવતા નાગરીકોની હાલકી ઠેરની ઠેર છે. 
વડાપ્રધાન કાર્યાલયે થયેલી ફરીયાદ બાદ ગુડા દ્વારા સત્વરે પગલા લેવાની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ બાંહેધરીને છ-છ માસ થવા છતા દિશામાં કોઇ પગલા લેવામાં આવ્યા નહોતા. આખરે ચોમાસામાં પાણી ભરાયુ તેનાં નિકાલ બાદ માર્ગ બાંધવાની બાંહેધરી આપી હતી. વરસાદ બંધ થયો અને પાણી ખાલી થયા બાદ તાજેતરમાં માર્ગ બનાવવા માટે ગુડાએ કામગીરી શરૂ કરી હતી. પરંતુ થોડો માર્ગ બન્યો ત્યાં માર્ગમાં કોઇ લોકો દ્વારા નાટ્યાત્મક રીતે દિવાલ બનાવી દેવાતાં ફરી ગુંચ ઉભી થઈ છે. રણાસણમાં માર્ગ વગર બનેલી સોસાયટીઓનાં રહીશો માટે ગુડા દ્વારા માર્ગ નિર્માણની કામગીરી દરમ્યાન કોઇએ દીવાલ ચણી દીધી

Previous articleસરદાર વલ્લભાઇ પટેલની જન્મ જયંતિ ગાંધીનગરમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાશે 
Next article જિલ્લામાં સાબરમતીમાં નિયમો વિરુદ્ધ ઉત્ખનનની મંજૂરી, લોકોને જીવનું જોખમ