પાટનગરમાં રાજપૂત મહિલાઓ દ્વારા પદ્માવતી ફિલ્મનો વિરોધ

755
gandhi1112017-1.jpg

ફિલ્મ પદ્માવતીનો વિરોધ ગાંધીનગરમાં પણ આજે ક્ષત્રિય સમાજની મહિલ્‌ઓ દ્વારા કરવામાં આવ્યો હતો. શહેરના સેન્ટ્રલ વિષ્ટા પાસે ઘ-૪ સર્કલ પર પદ્માવતી ફિલ્મનો વિરોધ મહિલાઓએ દેખાવ કરી કર્યો હતો અને પ્રતિબંધ મુકવા માંગ કરી હતી. 
ઉલ્લેખનીય છે કે ૧૬,૦૦૦ મહિલાઓ સાથે સતી થનારા મહારાણી પદ્માવતીની લાઈફ પરથી બનેલી ફિલ્મ ’પદ્માવતી’ સામે દેશભરના ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના ક્ષત્રિયોએ બીજેપી પાસે પ્રમાણમાં વિચિત્ર કહેવાય એવી અને પાર્ટી માટે ધર્મસંકટ ઉભું થાય એ પ્રકારની ડિમાન્ડ કરી છે. અખિલ ગુજરાત યુવા સંઘે ગઈકાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લેટર લખીને જણાવ્યુ છે કે જો બીજેપીને આવી રહેલા વિધાનસભા ઈલેકશનમાં ક્ષત્રિય સમાજના વોટ જોઈતા હોય તો ’પદમાવતી’ની રિલીઝ પર ગુજરાતમાં બેન મૂકો અને ફિલ્મ ગુજરાતમાં દેખાડવામાં ન આવે. 
અખિલ ગુજરાત યુવા સંઘનાં પ્રમુખ પીટી જાડેજાએ પત્ર લખી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું હતું કે અલાઉદ્દીન ખીલજીએ જનતા પર અત્યાચાર કર્યા હતા. તે એક રાક્ષસ હતો. ક્ષત્રિય મહિલાઓની આન-બાન અને શાન ખંડિત ન થાય તે માટે પદ્માવતી’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરતા અટકાવવી જોઈએ. 

Previous articleસરદાર જયંતિ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા આજે રન ફોર યુનિટી
Next article દેશી દારુ તેમજ બે વાહનો કબ્જે કરતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ