વિજયા દશમીએ શાસ્ત્રોક્ત રીતે શસ્ત્ર પૂજન

1451
bvn1102017-17.jpg

પ્રતિવર્ષની પરંપરા અનુસાર ભાવેણાના આંગણે કારડીયા રાજપુત સમાજ દ્વારા જ્ઞાતિની વાડી ખાતે સમાજના અગ્રણીઓ યુવાનો દ્વારા તથા ક્ષત્રિય સમાજદ્વારા નવાપરા દરબાર બોર્ડીંગ ખાતે અને ભાવનગર શહેર પોલીસ પરિવાર દ્વારા ડી.એસ.પી. કચેરી ખાતે બ્રહ્મપંડિતોની આજ્ઞા અનુસાર વેદોક્ત શાસ્ત્રોક્ત રીતે શસ્ત્રોની પૂજાઓ કરી હતી. ક્ષત્રિય સમાજના નવ યુવાનો દ્વારા પરંપરાગત સાફા તલવારો સહિતના હથિયારો સાથે સજ્જ બની બાઈક પર રેલી સાથે ગરાસીયા બોર્ડીંગ ખાતે પહોચ્યા હતા. આ પ્રંસગે ક્ષત્રિય સમાજના અનેક અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુવાનોને સમાજ ઉપયોગી બનતા સાથો સાથ વ્યસન મુકત, અંધશ્રધ્ધા મુક્ત  આદર્શ સમાજ નિર્માણની હાંકલ કરી હતી.   

Previous articleરામધરી હાઈવે પર ટોરસ ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત : એકનું મોત
Next articleશહેરમાં ફરી સંજય જોષીનાં બેનરો લાગ્યા