પડધરીમાં હાર્દિક-પાસના માણસોએ પ્રવેશ કરવો નહીંઃ પોસ્ટર થયા વાયરલ

659
guj1112017-6.jpg

રાજકોટના પડધરી તાલુકામાં હાર્દિક પટેલ અને પાસના માણસો પર પ્રવેશ પ્રતિબંધ લગાવતા પોસ્ટરો લાગ્યા છે. પડધરીમાં રેલવે ફાટક પાસે પોસ્ટર લગાવવામાં આવ્યા છે, આ પોસ્ટરમાં નીચે લેઉઆ પટેલ સમાજ, પડધરી લખેલું છે, થોડા સમય પહેલા જ પડધરીથી ૧૦ કિમી દૂર તરઘડીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યારે આ પ્રકારના પોસ્ટર હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે.
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ સ્થાનિક   રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, એક તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલ સરકારને હંફાવી રહ્યો છે, તો બીજી બાજુ પાટીદાર આંદોલનમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. પડધરીમાં લેઉઆ પટેલ દ્વારા હાર્દિક પર પ્રતિબંધ લગાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં લખવામાં આવ્યું કે હાર્દિક પટેલ તથા પાસના માણસોએ પડધરીમાં પ્રવેશ કરવો નહીં. ઉલ્લેખનીય છે કે પડધરી તાલુકામાં પટેલોની વસ્તી વધુ છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરને કારણે અનેક સવાલો ઉભા થયા છે.