ચોરેલા બાઈક સાથે વાહનચોર ઝડપાયો

707
gandhi2112017-2.jpg

ગાંધીનગર સિવીલ હોસ્પિટલ ખાતે આવેલ પંડીત દિનદયાળ મેડિકલ સ્ટોર પાસેથી એક ઈસમ નામે દિપકસિંહ સુરેશસિંહ ડાભી, રહે. મોટી  શેરી, પેથાપુર, ગાંધીનગરને નંબર વગરના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે પકડેલ જેની પુછપરછ દરમ્યાન તેણે આ મોટર સાયકલ આજથી પંદરેક દિવસ અગાઉ પેથાપુર વિરાટ કોમ્પ્લેક્ષના પાર્કીંગમાંથી ડુપ્લીકેટ ચાવીથી ખોલી ચોરી કરી નંબર પ્લેટો કાઢી નાખી પોતે ફેરવતો હોવાની કબુલાત કરી હતી. જે અંગે મોટર સાયકલ કબજે કરી આરોપીની અટક કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Previous articlePM નરેન્દ્ર મોદી ગુરૂવારે ગુજરાતમાં
Next article જમીનનું ખોટુ બાનાખત બનાવી ઠગાઈ કરનાર ગુનેગાર ઝડપાયો