દિવાળી – છેલ્લા દિવસોમાં ઘરાકી ખુલી : લોકો ખરીદી કરવા નિકળ્યા 

657
gandhi17102017-1.jpg

દિવાળીને શરૂ થઈ ગઈ ગણાય ત્યારે છેક વાઘ બારસ પહેલાં બજારમાં કોઈ દિવાળી ન હતી. પરંતુ ત્યારબાદ આજથી બજારોમાં ચીજવસ્તુઓ લેવા માટે ઘરાકી ખુલતાં વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. જો કે મોટી ખરીદી કરતાં જીવન જરૂરી ચીજ-વસ્તુઓ, મીઠાઈ, શણગારવાળી સામગ્રી, લાઈટીંગ, મુખવાળ જેવી દિવાળીને લગતી સીઝનેબલ ચીજ વસ્તુઓમાં વધુ ખરીદી કરતાં લોકો જોવા મળ્યા હતા. 
ગાંધીનગરની જનતા પણ સે. ર૧, સે. – ૭, તથા સે. ર૪ ખાતેના બજારોમાં ખરીદી કરવા ઉમટયા હતા જેથી બજારોમાં ટ્રાફિક થી માંડીને અનેક સમસ્યાઓ પણ થતી જોવા મળી હતી. છેલ્લે છેલ્લે પણ વેપારીઓને હાશ પણ થવા પામી હતી. પરંતુ વેપારીઓના કહેવા મુજબ ગઈ સાલ કરતાં લગભગ ૭પ ટકા ઘરાકી ઘટી ગઈ છે. માંડ રપ ટકા વેપારની આશા રાખી છે.