પોલીસે કારનો પીછો કરીને ૪૩૨૦૦નો વિદેશી દારૂ પકડ્‌યો

757
gandhi20222018-3.jpg

ગાંધીનગરનાં મહુન્દ્રા ગામથી પસાર થનારી વર્ના કારમાં વિદેશી દારૂ લઇ જવાતો હોવાની બાતમીનાં આધારે ચિલોડા પોલીસની ટીમે વોચ ગોઠવીને કારને ઝડપી લઇને ૧૦૮ બોટલ દારૂ જપ્ત કર્યો હતો. પરંતુ ચાલક ફરાર થઇ ગયો હતો. વોચમાં ઉભેલી પોલીસે કારને આવતી જોતા રોકાવવાનો પ્રયાસ કરતા ભગાવી મુકી હતી. 
પોલીસે પીછો કરતા વર્ના ચાલક સર્વીસ રોડ પર કાર મુકીને અંધારામાં પાસેનાં ખેતરમાં ભાગી છુટ્યો હતો. પોલીસે ચાલક સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.ચિલોડા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર દારૂનાં આ કેસમાં અ.હે.કો. રાકેશકુમાર મણીલાલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરીયાદ પ્રમાણે હિંમનગર તરફથી આવી રહેલી સફેદ કલરની હ્યુન્ડાઇ વર્નાકાર નં જીજે ૧ એચએમ ૮૩૮૪માં દારૂ લઇ જવાતો હોવાની બાતમી ગાંધીનગર સિવિલમાં બંદોબસ્તમાં રહેતા પીઆઇ એલ ડી વાઘેલાને મળી હતી. 
પીઆઇની સુચનાનાં આધારે એએસઆઇ ગૌરવકુમાર, પીસી ભાવીકકુમાર, પીસી પવનસિંહ, દિપકકુમાર તથા અહેકો રાકેશભાઇની ટીમે મહુન્દ્રા પાટીયે વોચ ગોઠવી દીધી હતી.
દરમિયાન બાતમીવાળી વર્ના આવતા તેમને રોકાવવાનો પ્રયાસ કરતા ભગાવી મુકી હતી અને પોલીસે પીછો કર્યો હતો. મહુન્દ્રાથી ચિલોડા વચ્ચે સર્વીસ રોડ પર આ કાર મુકીને ચાલક અંધારામાં પાસેનાં ખેતરોમાં ભાગી છુટ્યો હતો અને ફરાર થઇ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા પાર્ટી સ્પેશીયલ વ્હીસ્કીની ૪ પેટીમાંથી ૪૮ બોટલ, વ્હીસ્કી બ્લ્યુમુડ પ્રિમીયમની ૪૮ બોટલ થા પાર્ટી સ્પેશીયલ વ્હીસ્કીની છુટ્ટી ૧૨ બોટલ મળીને કુલ રૂ. ૪૩,૨૦૦ની કિંમતનો ૧૦૮ બોટલ દારૂ મળી આવ્યો હતો. જયારે પોલીસ ગુનામાં વપરાયેલી વર્નાકારની કિંમત રૂ. ૫ લાખ ગણીને તપાસ અર્થે કબજે કરીને ફરાર શખ્સ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleભાનુભાઈ વણકરના અંતિમ સંસ્કારમાં જનમેદની ઉમટી
Next articleવિશ્વની સૌ પ્રથમ કન્ડકટર ટેસ્ટીંગ લેબોરેટરીનું ભૂમિપૂજન અને ખાતમુહુર્ત