મહુવામાં ભવ્ય કૃષ્ણધામનું ખાતમુર્હુત

765
bhav2112017-3.jpg

મહુવાની આહીર બોર્ડિંગમાં ભવ્ય ભોજનાલયની ખાતર્મુહુત કરાયું, કૃષ્ણધામ નામની સંસ્થા એક સો વિઘામાં નિર્માણ થવા જઈ રહી છે જે ગુજરાત જ નહીં સમગ્ર દેશ માટે કેન્દ્ર બિંદુ હશે, અનેક સમાજના મોભીઓ આગળ આવ્યા, એક કરોડ થી વધુ રકમ ૧૫ મિનિટ જેવા સમયમાં એકઠી થઈ હતી.
મહુવામાં ખાતે આહીર બોર્ડિંગમાં ભવ્ય ભોજનાલયનું અગ્રણીઓની હાજરીમાં ખાતર્મુહુત કરાયું હતું. મહુવાના રાધા કૃષ્ણ મંદિર ટ્રષ્ટ સંચાલિત ચાલતી આહીર બોર્ડિંગમાં ભોજનાલયનું ખાતમુહૂર્ત સાથે સાથે સમાજના વિકાસ અને ઉત્થાન અર્થે સ્નેહમિલન અને એક સો વિઘામાં આકાર લેતાં કૃષ્ણધામનું પણ ઘોડા શણગારનો શંખનાદ ફૂંકીને  દેવાયતભાઈ બલદણીયા, પીઠાભાઈ નકુમ, બાબુભાઈ રામ, અંબરીશભાઈ ડેર, ડો.કનુભાઈ કળસરીયા તેમજ સમાજ ના અગ્રણીઓની હાજરીમાં ભૂમિપૂજન કરીને ખાતર્મુહુત કરાયું હતું સમાજના ઉત્થાન માટે સૌ કોઈ આગળ આવ્યા છે સમાજના શ્રેષ્ટિ ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે આ સંસ્થાને દાન કરીને ૧૫ મિનિટ જેવા સમયમાં એકાદ કરોડ જેવી રકમ એકઠી કરીને જે ઉમદા કાર્ય માટે સૌ કોઈ આગળ આવ્યા છે કહી શકાય કે કૃષ્ણ ધામ સંસ્થા કે જે એક સો વિઘાંમાં આકાર લઈ રહી છે જેની ગુજરાત જ નહીં સમગ્ર દેશ ઉભી થવાની છે જેમાં આહીર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમાજ માટે કઈ પણ કરી છૂટવાની અને સમાજના લોકો દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવી દરેક અગ્રણીઓ દ્વારા નેમ પણ લેવાઈ હતી જ્યારે મહુવાના વડલી ગામે આવેલ બોર્ડિંગમાં પ્રાર્થના સભા માટે હોલનું ખાતમુહૂર્ત કરાયું હતું અને તે પણ લાખ્ખોના ખર્ચે નિર્માણ પામનાર છે આ કાર્યક્રમમાં આહીર સમાજના અગ્રણીઓ મોભીઓ વડીલો યુવાનો સંસ્થાના ટ્રષ્ટિ સહિત મોટી સંખ્યામાં સમાજહિત કાર્ય માટે જોડાયા હતા.