ઉના તાલુકાના પસવાળા ગામે મુળ સેજકજી ગોહિલના વંશજો સાળવા ચોવીસી રાજપુત વંશ ઈતિહાસ સાહિત્ય કાર્યાલયના પ્રસંગે માનસિંહજી આર. ગોહિલ દ્વારા ત્રિ-દિવસીય ભવ્યાતિ ભવ્ય રાજપુત ઈતિહાસનું વિમોચન, ગોહિલ રાજપુત સમાજનું સ્નેહમિલન, વિદ્યાર્થીઓનું સન્માન તેમજ કસુંબલ લોક ડાયરાનું ભવ્યાતિભવ્ય આયોજન જેમાં પાલિતાણા ભાયાત અને સાળવા ચોવીસી દ્વારા આયોજીત ત્રિ-દિવસીય કાર્યક્રમમાં લોક ડાયરાના કલાકાર પણ માનસિંહજી મોઠા, બાબુભા ગોહિલ મોરૂકાએ ક્ષત્રિય સમાજ પર ટકોર કરતા કહ્યું કે આપડે ક્ષત્રિયોએ પોતાનો ધર્મ ચુકવો ન જોઈએ આપડે ગૌ, બ્રાહ્મણ, બારોટ, સાધુ, કુળ બારોટ, કુળ ગુરૂ અનેક ુળ ગૌર સંસ્કૃતિના રખેવાળ છે તને ભુલવા ન જોઈએ તેવા માર્મિક શબ્દો લોકડાયરામાં રહેલાણા જેની અસર નોંધનીય પાત્ર ગરાસીયા રાજપુત હોય કે કાઠી ક્ષત્રિય હોય તે પ્રજાના રખેવાળ છે તે ધર્મપાલન કરે તે જ સાચો ક્ષત્રિય નહીંતર આ સમયમાં ક્ષત્રિયોની હસ્તી નહીં રહે જો ધર્મ ભુલ્યા તો આ મહાપ્રસંગે મહુવા બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિ નારાયણ સંસ્થાના પૂજય અખંડ મંગળ સ્વામિ પુજય ભકિ તનય સ્વામિના માર્ગદર્શનથી પસવાળા માનસિંહજી ગોહિલના આ પ્રસંગે આર્શીવાદ આપવા ખાસ પધારેલ. તેમજ સમાજના વરિષ્ઠ આગેવાન સા.કુંડલા બજરંગદળના પ્રમુખ માનસિંહજી ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહેલ જેણે સમાજના સંગઠન વિષે ભાર મુકાયો તેમજ જ્ઞાતિના કુરીવાજોને તિલાજંલિ આપવા આહ્વાન કરાયું હતું.