પદ્માવતી ફિલ્મ અટકાવવાં ચૂંટણી પંચમાં ભાજપાની રજૂઆત

729
gandhi3112017-5.jpg

ભાજપાના પ્રદેશ પ્રવક્તા આઇ.કે.જાડેજાએ આજરોજ પત્રકારોને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે, પદ્માવતી ફિલ્મમાં ઇતિહાસને તોડી-મરોડીને અલ્લાઉદ્દીન ખીલજી સાથે જોડી રજુ કરવામાં આવેલી વિગતોને પરિણામે રાજપુત-ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ રહી છે તેવી સમાજની અમારાં સૌ ભાજપાના આગેવાનો ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર, કીરીટસિંહ રાણા, બળવંતસિંહ રાv bb v bજપુત સમક્ષ રજુઆત આવી હતી. ભાજપાના અમે સૌ આગેવાનોએ ભાજપાના મોવડીઓને રજૂઆત કરી હતી. ભાજપાના ચૂંટણી આચાર સંહિતા ઇન્ચાર્જ તરફથી ઇલેક્શન કમિશનને આ અંગે રજુઆત પત્ર પાઠવીને કરવામાં આવી છે.