પીલવાઈ -વેડા રોડ ઉપરથી ૧૪ નંગ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ

1180
gandhi5112017-1.jpg

ચૂંટણી અન્વયે પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સારુ ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીનરગની ટીમો અસરકારક રીતે કાર્યરત રહેલ છે. 
ગઈ કાલ તા. ૩ નવેમ્બરના રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમના હે.કો. યજવેન્દ્રસિંહ તથા અ.પો.કો. જયપાલસિંહ દ્વારા માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાને મળેલ માહિતી આધારે પીલવાઈ-વેડા જતા રોડ ઉપરથી વિહોલ સુરજસિંહ ઉર્ફે ગોપાલ જશુજી ને મારૂતી ઝેન નંબર – જીજે-૦૯-એમ-ર૭૭૦ માં ગેરકાયદેસર રીતે ઈગ્લીશ દારૂની બોટલ નંગ ૧૪ ની હેરાફેરી કરતાં પકડી પાડેલ અને તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું માણસા પો.સ્ટે. ખાતે ફરિયાદ આપેલ છે.