અંબાજી પદયાત્રા કરી આવનાર સિહોરના અજય શુક્લનું સન્માન

657
bvn1152017-1.jpg

સિહોર ના અજયભાઈ શુકલ દર વર્ષે ભાઈબીજના દિવસે છેલ્લા ત્રણ વર્ષ થી કોઈ ને કોઈ ધાર્મિક સ્થળો એ ચાલીને દર્શને જાય છે જેમાં  પ્રથમ વર્ષે દ્વારિકા,બીજાવર્ષે સોમનાથ અને ત્રીજા વર્ષે એટલેકે આ વર્ષે અંબાજી ગયા હતા તેઓની સાથે તેમનું મિત્ર મંડળ પણ આ પદયાત્રા મા જોડાયેલ.
આ વર્ષે ૩૮૫ કિમિ ની યાત્રા માત્ર ૧૨ દિવસ મા પૂર્ણ કરેલ. આ પદયાત્રા તા ૩ ને શુક્રવાર ના રોજ પરત ફરી સિહોરના સુપ્રસિદ્ધ કાશીવિશ્વનાથ મહાદેવ ખાતે પૂર્ણ થયેલ. જ્યા પદયાત્રામા જોડાયેલ તમામના હારતોરાથી સન્માન કરેલ અને ગૌતમેશ્વર મહાદેવના મહંત એવા મહામંડલેશ્વર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ શાબ્દિક આશીર્વચન પાઠવી ગૌતમેશ્વર દાદા ની પ્રસાદી સ્વરૂપે હાર તથા શાલ થી અજયભાઈ શુકલ ને બિરદાવ્યા હતા.

Previous articleબોરડામાં સીઆરપીએફ જવાનોની ફ્લેગમાર્ચ
Next articleપાલિતાણા તાલુકા મધ્યાહન ભોજન એસો. દ્વારા મામલતદારને આવેદન આપ્યું