અક્ષરધામ હુમલાનો માસ્ટરમાઇન્ડ અજમેરી ઝડપાયો

692
guj5112017-6.jpg

ગાંધીનગરમાં આવેલા જગવિખ્યાત અક્ષરધામ મંદિરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરી ૩૨ નિર્દોશ લોકોને મોતને ઘાટ ઉતારવાના આતંકવાદી કૃત્યનો માસ્ટર માઇન્ડ પકડાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રિયાધથી અમદાવાદ એરપોર્ટ આવતા માસ્ટર માઇન્ડ અબ્દુલ રશીદ અજમેરીને પકડી પાડ્યો હતો. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે અબ્દુલ રશીદ અજમેરી ગુજરાતમાં આવવા પાછળનું શું કારણ હોઇ શકે? તે ૧૫ વર્ષ પછી ભારતમાં આવ્યો છે તો તે આટલા બધા વર્ષો ક્યાં રહ્યો હતો એ બધી બાબતો ઉપર હજી પ્રશ્નાર્થ જ છે. આ તમામ પ્રશ્નોના જવાબ તપાસ બાદ મળી શકે છે.
અત્રે એ નોંધનીય છે કે ૨૫મી સપ્ટેમ્બર ૨૦૦૨ના દિવસે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિર પર બે શસસ્ત્ર ત્રાસવાદીઓએ હુમલો કરી દીધો હતો. આ ત્રાસવાદીઓએ સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ હુમલો કરી દેતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.
આ આતંકવાદી મંદિરમાં ઘૂસી ગયા બાદ અંધાધૂંધ ગોળીબર શરૂ કરી દીધો હ અતો. ગ્રેનેડો પણ ઝીંક્યા હતા. આ ભીષણ હુમલામા અક્ષરધામ મંદિરમાં આવેલા ૨૯ શ્રધ્ધાળુઓ સત્તાવાર રીતે મોત પામ્યા હતા. આશરે ૭૯ શ્રધ્ધાળુઓ ઘાયલ થયા હતા. હુમલો કરવામાં આવ્યો ત્યારે મંદિરમાં ૬૦૦ શ્રધ્ધાળુઓ હતા. હુમલાના પ્રથમ તબક્કામાંજ ૨૫ લોકો માયા ગયા હતા. જેમા એક રાજ્ય પોલીસનો ઓફિસર અને એક કમાંડોનો પણ સમાવેશ થાય હતો.

Previous articleકોંગ્રેસ માટે વિકાસ ‘મજાક’ છે, અમારા માટે ‘મિજાજ’ છે : શાહ
Next articleગુજરાતમાં ૬૮૭ ‘થર્ડ જેન્ડર’ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે