ઐાધોગિક વિકાસને નવી ઉચાઈઓ સુધી લઈ જશે પરમાણું ઉર્જા : નિલમ ગોયલ

985
bvn8112017-5.jpg

ચિત્રા જી.આઈ.ડી.સી. માં પરમાણું ઉર્જા વિષય  ઉપર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું, ભાવનગર ચિત્રા જી.આઈ.ડી.સી. માં ભારતના વિકાસની ચાર મહત્વકાંક્ષી યોજનાઓ અને પરમાણુ ઉર્જા વિષય ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્રા જી.આઈ.ડી.સી.નાં દરેક પદાધિકારી તેમજ સભ્યોએ ભાગ લીધો હતો. સેમિનારમાં ભાવનગરમાં મીઠી વીરડી અણુ વિધુત પરિયોજનાના મહત્વ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. સાથે પરમાણું ઉર્જા અંગે ફેલાયેલી શંકા કુશંકા બાબતે પણ માહિતી આપેલ. તેમણે જણાવ્યું કે જાપાનમાં અવાર નવાર ભુકંપ તેમજ સુનામી આવતા રહે છે આમ છતાં જાપાન પરમાણું ઉર્જાથી ૩પ ટકા વિજળીનું ઉત્પાદન કરી રહયું છે અને ભારતની પાસે પરમાણું ઉર્જાના વિપુલ ભંડારો હોવા છતા ભારતમાં ફકત ૩ ટકાજ વિજળી પરમાણુ ઉર્જાથી ઉત્પન્ન કરવામાં આવે છે.  ડો. નિલમ ગોયલે ઉધોગપતિઓને વિશ્વાસ આપ્યો કે ભવિષ્યમાં અગર પરમાણુ ઉર્જાથી વધારે માત્રામાં વિજળી બનશે તો દરેકને સસ્તી કિંમતે વિજળી મળી શકશે વધારામાં તેમણે કહયું કે ભવિષ્યમાં વિજળીની અછતના કારણે આવનારી પરેશાનીઓના નિરાકરણ માટે પરમાણું ઉર્જા એક સાર્થક પગલું ગણાશે પરંતુ તેમના માટે જરૂરી છે કે સામાન્યથી લઈ ખાસ જનતામાં તેમના વિશે ફેલાયેલી આશંકાઓને દુર કરવી પડશે. દરેક પદાધિકારીઓ તેમજ સભ્યોને આ કાર્યક્રમની જરૂરીયાત બતાવી તેમજ ભાવનગરમાં જલ્દીથી પરમાણુ વિજળી મથક બાબતેનું કાર્ય શરૂ થાય તેવી ડો. નિલમ ગોયલે હર સંભવ ભદદ કરવાનું આશ્વાસન આપ્યુ. કાર્યક્રમમાં  ચિત્રા જી.આઈ.ડી.સી.ના અધ્યક્ષ પંકજ પંડયા તેમજ સેક્રેટરી દિલીપ કમાણી, નલીનભાઈ મહેતાએ મુદૃાઓ રાખ્યા અને કાર્યક્રમને ઉપયોગી બતાવ્યો. 

Previous articleસર.ટી.હોસ્પિટલમાં આવશ્યક સેવા વ્યવસ્થીત આપો
Next articleચોરાઉ મોટરસાયકલ સાથે શખ્સને ઝડપી લેતી પોલીસ