સર.ટી.હોસ્પિટલમાં આવશ્યક સેવા વ્યવસ્થીત આપો

1028
bvn8112017-3.jpg

ભાવનગર શહેર, જિલ્લા અને આજુબાજુના અન્ય જીલ્લાના દર્દીઓ ભાવનગરના સરકારી દવાખાનામાં જે લોકો ગરીબ અને મધ્યમ વર્ગના છે અને પ્રાઈવેટ દવાખાનામાં ખર્ચ કરી શકતા નથી તેવા લોકોનો વધારે પ્રમાણમાં સર.ટી. હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે. જેને આવશ્યક સેવાઓ વ્યવસ્થીત મળે તે અંગે વિરાંગના જલકારી બાઈ સેવા સંઘ દ્વારા રજુઆત કરાયેલ.
સર.ટી.હોસ્પિટલનો આંતરીક રોડ ખુબ જ ખરાબ થઈ ગયો છે અને રોડ પર નાના મોટાં ખાડાઓ પડી ગયા છે. જેનાં કારણે દર્દીઓને ઓપીડીથી ટ્રોમા સેન્ટર, બેબી મેડીકલ વોર્ડ, ગોપનાથ મેટરનીટી હોમ, ટી.બી.વોર્ડ, બર્ન્સ વોર્ડ, સ્ક્રીન વોર્ડ વગેરે વોર્ડમાં દર્દીઓને સ્ટ્રેચર અથવા વ્હીલચેરમાં લઈ જતા હોય ત્યારે હોસ્પિટલના અંદરના રોડ ખરાબ હોવાથી દર્દી નીચે પડી ન જાય તેનું  ખાસ ધ્યાન રાખવું પડે છે અને ખરાબ રોડ હોવાના કારણે ઓપીડીથી અન્ય વિભાગમાં લઈ જતા દર્દીઓને પોતાના દર્દ ઉપરાંત રોડના નાના-મોટા ઝટકાનું દર્દ પણ સહન કરવું પડે છે. આ વધારાનું દર્દ સહન ન કરવું પડે તે માટે રોડ તાત્કાલિક રિપેરીંગ કરવો જરૂરી છે.
સર.ટી.હોસ્પિટલમાં વ્હીલચેર, ટ્રોલી, લારી, તુટી ગયેલ છે. તેનો ઢગલો પાર્કિંગમાં તેમજ દવાખાના બહાર પણ જોવા મળે છે. ઉપર મુજબની સાધણ સામગ્રી રીપેરીંગ થઈ શકે તેમ છે. અને ફરી વપરાશમાં લઈ શકાય તેમ છે. તો તાત્કાલિક રિપેરીંગ કરી અને દર્દીઓની પડતી હાડમારીમાં ઉપયોગી થશો તેવી અમારી આપની પાસે અપેક્ષા છે અને ઓછી સાધનસામગ્રીના કારણે દર્દીઓને તેની સાથે આવેલા તેના સગાને સગવડતા મળે તે માટે આ સાધન સામગ્રીનું શકય તેટલું વહેલુ રીપેરીંગ કામ કરવા તેમજ જે શબવાહિની બંધ પડેલ છ,ે તેનું તાત્કાલિક રીપેરીંગ કરી કાર્યરત થાય તેમ કરશો. ભાવનગર શહેર, જિલ્લામાં કેન્સરના રોગનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેની સારવાર માટે જે લોકો પ્રાઈવેટ હોસ્પિટલમાં ખર્ચો કરી શકતા નથી, તેઓને છેક અમદાવાદ સુધી કેન્સરના રોગની સારવાર લેવા જવું પડે છે. ભાવનગરમાં કેન્સર વિભાગનું બિલ્ડીંગ બની ગયેલ છે. તેમાં ડોકટર, ટેકનીકલ સ્ટાફ અને અન્ય મશીનરી ફાળવી અને આ કેન્સર વિભાગને કાર્યરત કરવા કેન્સર પીડીત દર્દીઓ વતી ઉદય મકવાણા દ્વારા હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ સમક્ષ લેખીત રજુઆત કરેલ. 

Previous articleવાવેરાથી થોરડી રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
Next articleઐાધોગિક વિકાસને નવી ઉચાઈઓ સુધી લઈ જશે પરમાણું ઉર્જા : નિલમ ગોયલ