હિંમતનગર બેઠક પર પાટીદાર-રાજપૂત નિર્ણાયક રહેશે

564
gandhi6112017-3.jpg

હિંમતનગર વિધાનસભા બેઠકમાં આવતા મતદારો માટે ખુબજ મહત્વની છે આ બેઠકમાં કુલ મતદારો ૨,૫૧,૯૩૬ મતદારો છે જે પૈકી આ બેઠકમાં સૌથી વધુ ક્ષત્રિય મતદારોનો સમાવેશ થતો હોવા છતાં ૩૯,૦૦૦ પાટીદાર મતદારો ગમે ત્યારે ઉમેદવારની હાર જીતનું પાસુ બદલી શકે છે તેવુ ભૂતકાળના અનુભવો પરથી ફલીત થયુ છે.
૨૭-વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં ભિલોડા તાલુકાના ૧૦ થી વધુ ગામો તથા તલોદ તાલુકાનુ ચારણવંટા ગામ હિંમતનગર બેઠકમાં આવે છે જે પૈકી ગ્રામ્ય વિસ્તારના મતદારો પર ભાજપ અને કોગ્રેસના ઉમેદવારોને વધુ મદાર રાખવો પડે છે હિંમતનગર શહેરના મોટાભાગના શિક્ષિત મતદારોને ચૂંટણીમાં કોને મત આપવો તે સમજાવવું પડતુ નથી. 
આ બેઠકમાં જ્ઞાાતિવાદ મુજબ જોઈએ તો ૭૫,૦૦૦ ક્ષત્રિય, ૪૨,૦૦૦ મુસ્લીમ, ૩૯,૦૦૦ પટેલ, ૨૫,૦૦૦ દલિત, ૮,૦૦૦ આદિવાસી અને ઈતરકોમના મળી ૬૨૦૦૦ મતદારો છે જોકે છેલ્લી છ ટર્મમાં મતદારોનો ઝોક ક્યા પક્ષના ઉમેદવાર તરફ રહ્યો હતો તે તાલુકાના મતદારોને ખબર છે પરંતુ આ વખતે આંદોલન, મોંઘવારી, ભ્રષ્ટાચાર, નોટબંધી સહિતના અન્ય મદ્દાઓ મો વકાશીને ઉભા છે ત્યારે ખાસ કરીને ભાજપ અને કોગ્રેસના ઉમેદવારોને ભર શિયાળામાં મતદારો પરસેવો લાવી દેશે તેવુ હાલના તબક્કે જણાઈ રહ્યુ છે. 
હિંમતનગર બેઠકમાં સત્તાવાર રીતે નોધાયેલા ૨,૫૧,૯૩૬ મતદારો પૈકી પુરૃષ મતદારો ૧,૨૯,૨૬૬ હોવાને કારણે તેમનુ પ્રભુત્વ વધુ છે જ્યારે સ્ત્રી મતદારો ૧,૨૨,૬૫૫ છે મુસ્લીમ મતદારોની વાત કરીએ તો હિંમતનગર બેઠકમાં ૪૨,૦૦૦ મતદારો છે પરંતુ તેઓની વિચારધારા ભૂતકાળની જેમ હોવાની છાપ છે તેજ પ્રમાણે ૮,૦૦૦ આદિવાસી મતદારોનો ઝુકાવ કોગ્રેસ તરફી રહ્યો છે જેના કારણે કોગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવારો તે સમજીને પોતાની વ્યુહરચના ગોઠવે છે. 
જ્ઞાાતિવાદ આધારે લડાતી ચૂંટણીમાં જ્ઞાાતિનું વધુ મહત્વ વિધાનસભાની ચૂંટણી ખાસ કરીને જ્ઞાાતિવાદના ધોરણે લડાય છે ત્યારે સ્વાભાવિક છે ત્યારે જે વર્ગના મતદારો વધુ હોય તેના પર ઉમેદવારો વિજય માટે મદાર રાખે છે પરંતુ હિંમતનગર બેઠકમાં ૩૯,૦૦૦ હજાર પટેલ મતદારો એવા છેકે તેમનો ઝોક જે તરફ હશે તે ઉમેદવારનું પલ્લુ ભારે રહેશે તેવુ ભૂતકાળના અનુભવો પરથી જણાયુ છે.
જોકે કેટલાક મતદારોની વિચારસરણી મુજબ પક્ષની વિચારધારાને આધીન રહી મતદાન કરે છે જ્યારે શિક્ષિત ગણાતા પટેલ મતદારો આ બધાની સાથે સમાજને કયો પક્ષ કેટલો ફાયદો ભવિષ્યમાં કરાવશે તેના આધારે તથા ઉમેદવારની લાયકાત જોઈને મત આપે છે જે મહત્વનું પાસુ છે.