સરખેશ્વર મહાદેવના સાનિધ્યમાં હિરાભાઈ દ્વારા સ્નેહમિલન યોજાયું

707
guj1162017-2.jpg

જાફરાબાદના અરબી સમુદ્રના પટમાં સરખેશ્વર મહાદેવના સાનિધ્યમાં હીરાભાઈ સોલંકી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, ભાજપ જિલ્લા પ્રમુખ હીરેન હીરપરા સહિત બે હજાર કાર્યકર્તાઓ હાજર રહેલ.
રાજુલા, જાફરાબાદ, ખાંભા ૯૮ વિધાનસભાના બે હજાર ભાજપ કાર્યકર્તાઓની હાજરીમાં નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું. જેમાં કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા, જીતુભાઈ ડેર, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, ચેતનભાઈ શિયાળ, નગરપાલિકા પ્રમુખ રાજુલા સંજયભાઈ ધાખડા, રાજુલા નગરપાલિકા પ્રમુખ જાફરાબાદ ભગુભાઈ સોલંકી, માર્કેટીંગ યાર્ડ પ્રમુખ જીગ્શેભાઈ પટેલ, દાદબાપુ વરૂ, સરપંચ મંડળના વિજાણંદભાઈ વાઘેલા, સાર્દુળભાઈ બારૈયા ભાકોદર, સુકરભાઈ તથા દોલુભાઈ દ્વારા બંદર, ચેરમેન દિલીપભાઈ જોશી, છગનભાઈ ચિત્રાસર, રણછોડભાઈ મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ રાજુલા ભોળાભાઈ લાડુમોર, કમલેશભાઈ મકવાણા, જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ, હેમાળ સરપંચ મયલુભાઈ ખુમાણ, ભાનુદાદા માર્કેટ યાર્ડ ટીંબી મનુભાઈ વાંજા, માજી તાલુકા પ્રમુખ અરજણભાઈ સહિત ભાજપ યુવા સંગઠન પ્રમુખ હર્ષ વસોયા સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleદામનગરની મુખ્યબજારમાં પોલીસની ફલેગમાર્ચ
Next articleરાજુલા-મહુવા હાઈવે પર જુદા-જુદા બે વાહન અકસ્માત : પાંચને ગંભીર ઈજાઓ