વિપક્ષોએ ભારે વિરોધ કરતા જીએસટી સામે સરકાર જુકી

784
bvn12112017-7.jpg

કેન્દ્ર સરકાર દ્વારા અમલ કરાયેલ જીએસટીનો વિપક્ષો દ્વારા કરાયેલા ભારે વિરોધ બાદ સરકાર જુકી હતી અને ગઈકાલે ૧૭૮ જેટલી વસ્તુમાં ઘટાડો કરતા રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે ફટાકડા ફોડીને સરકાર સામે જીતની ખુશી મનાવી હતી.
સત્તાધારી ભાજપ પક્ષે કોંગ્રેસ સહિતના રાષ્ટ્રીય કક્ષાના વિરોધપક્ષોના વિરોધની સામે જી.એસ.ટી.ના કાયદા સામે જુકી જવુ પડ્યુ છે. અને જી.એસ.ટી.માં આજે ભાજપ સરકારની પીછેહઠ થઈ છે. જી.એસ.ટી. કાઉન્સીલે ૧૭૮ જેટલી વસ્તુઓ ઉપરનો જી.એસ.ટી. ૨૮ ટકા ઘટાડીને ૧૮ ટકા કરવાનો નિર્ણય લીધો છે. રાહુલજીની સતત ગુજરાતી મુલાકાતો અને દરેક મુલાકાતમાં ભાજપની સરકાર દ્વારા લાદી દેવામાં આવેલા જીએસટી કાયદાનો વિરોધ અને જનઆક્રોશ જોતા ભાજપ સરકારે ન છુટકે જી.એસ.ટી.નો દર ઘટાડવો પડ્યો છે. લડતમાં રાહુલજી અને કોંગ્રેસનો વિજય થયો છે. તેમ જણાવી આજે સમગ્ર ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા દરેક જીલ્લાઓમાં આ જીતને ફટાકડા ફોડી વધાવી લેવાનો કાર્યક્રમ જાહેર થતા આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ભીડભંજન ચોક ખાતે કોંગ્રેસના શહેર પ્રમુખ રાજેશ જોષી, ભાવ.મ્યુ.વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસ કાર્યાલય પાસે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.