ઋષિરાજ કોમ્પ્લેક્ષની ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ

718
bvn1162017-11.jpg

શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે આવેલ ઋષિરાજ કોમ્પ્લેક્ષમાં ત્રણ દુકાનોના શટર તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે આવેલ ઋષિરાજ કોમ્પ્લેક્ષમાં મંડપ સર્વિસ અને વકિલની ઓફિસના કોઈ તસ્કરો શટર તોડી પ્રવેશી ઓફિસોમાં વેર-વિખેર કર્યું હતું પણ તસ્કરો વિલા મોએ પરત ફર્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી.