રબ્બર ફેક્ટરી પાસે પરાગ કોમ્પ.માં પાંચ દુકાનોના શટર તુટ્યા : ફફડાટ

704
bvn1162017-8.jpg

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો પોલીસની કોઈ બીક જ ન હોય તેમ બેફામ બની રોજબરોજ ચોરીને અંજામ આપી રહ્યાં છે. જેમાં આજરોજ શહેરના રબ્બર ફેક્ટરી પાસે આવેલ પરાગ કોમ્પ્લેક્ષમાં પાંચ દુકાનોના શટર તુટ્યાની ઘટના સામે આવી છે.  શહેરના રબ્બર ફેક્ટરી પાસે આવેલ પરાગ કોમ્પ્લેક્ષની પાંચ દુકાનોના કોઈ અજાણ્યા તસ્કરોએ શટર તોડી અંદર પ્રવેશ કરી ચાર દુકાનોના ખાખા-ખોળા કર્યા હતા પણ તસ્કરોને કશુ હાથ લાગ્યું ન હતું. જેમાની એક ઓફિસમાંથી ૧પ હજારની રોકડ હાથ લાગી જતા તેની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવની જાણ થતા ઘોઘારોડ પોલીસ મથકના પી.આઈ., ડીવાયએસપી ઠાકર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કોમ્પ્લેક્ષમાં લીફ્ટ રીપેરીંગની ઓફિસ ધરાવતા મુકેશભાઈ સામતભાઈ બારૈયાની ઘોઘા રોડ પોલીસે તેની ઓફિસના ડોરમાં રાખેલ ૧પ હજારની ચોરી થયાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleઋષિરાજ કોમ્પ્લેક્ષની ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ
Next articleડો.ટીપનીશના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો