રાજુલાના નિંગાળા ગામે યોજાયેલા સેવા સેતુમાં ૧૭૬૯ પ્રશ્નોનો નિકાલ

892
guj952017-2.jpg

રાજુલા તાલુકાના નિંગાળા ગામે આજે સેવા સેતુનો ત્રીજા તબક્કામાં ૧૭૬૯ લોકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થયો. હજુ આગામી સમયમાં ૮ ગામોમાં લોકહિત કાજે સેવા સેતુ યોજાશે.રાજુલા તાલુકામાં ડેપ્યુટી કલેક્ટર દિલીપસિંહ વાળાના માર્ગદર્શન નીચે કુલ આઠ ગામોમાં સેવા સેતુ યોજાવાના નિર્ણયમાં ગઈકાલે રાજુલા તાલુકાના નિંગાળા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં નિંગાળા આજુબાજુના ૯ ગામોના કુલ ૧૭૬૯ લોકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થયો. જેમાં સેવા સેતુ કાર્યક્રમમાં દરેક જાતના દાખલાઓ, રેશનકાર્ડ, આધારકાર્ડ, મા અમૃતમ કાર્ડ તેમજ આરોગ્ય વિષયક સેવાઓ, પીજીવીસીએલને લગતા પ્રશ્નોનો નિકાલ સ્થળ પર જ થયો. આ કાર્યક્રમના અધ્યક્ષ મામલતદાર દંગી, નાયબ ટીડીઓ મહેતા, નાયબ મામલતદાર બોરીસાગર, તલાટી કમ મંત્રી નિકેતનભાઈ કસ્બા, તલાટી ભગીરથભાઈની ટીમ તેમજ તાલુકા પંચાયત પ્રાંત કચેરીના અધિકારીઓ હાજર રહેલ તેમજ આગામી તા.૮-૯-ર૦૧૭ના રોજ રાજુલા તાલુકાના ૭ ગામોમાં ધુડીયા આંગરીયા, ૧પ-૯ કોવાયા, રર-૯ ખારી, ર૮-૯ મોરંગી, પ-૧૦ વિક્ટર, ૬-૧૦ના વાવેરા અને ૧ર-૧૦ના રોજ રાજુલા શહેરના જે.એ. સંઘવી હાઈસ્કુલ ખાતે યોજાશે.

Previous article જાફરાબાદના પાંચ ગામોમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન
Next article વેરાવળ ખાતે  કારકિર્દી સપ્તાહનો થયેલો પ્રારંભ