એએનઆઈ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ ૦૮ નવેમ્બર ૨૦૧૭ના રોજ ખુલશે

732
guj7112017-1.jpg

મુંબઇ સ્થિત એએનઆઇ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ લિમિટેડ, જે એન્જિનિયરિંગ સેવાઓમાં પ્રવૃત્ત છે, તે તેનું એસએમઇનું પ્રારંભિક જાહેર ભરણું  લાવશે, જે ૦૮ નવેમ્બર ૨૦૧૭ના રોજ ખુલશે અને ૧૦ નવેમ્બર ૨૦૧૭ના રોજ બંધ થશે, અને જેમાં કંપનીના રૂ. ૧૦ની મૂળ કિંમતના પ્રત્યેક ઇક્વિટી શેર માટે પ્રાઇસ બેન્ડ રૂ. ૧૦૦ રહેશે.
એએનઆઇ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું રૂ. ૧૦ની મૂળ કિંમતના ૨૫,૬૫,૬૦૦ ઇક્વિટી શેર્સ માટે, રૂ. ૧૦૦ પ્રતિ ઇક્વિટી શેરનું છે, જેમાં રૂ. ૨,૫૬૫.૬૦ લાખ (‘ઇશ્યુ’) એકત્રિત થશે. તેમાં રૂ. ૧૦ની મૂળ કિંમતના ૧૬,૮૭,૨૦૦ નવા ઇક્વિટી શેર્સ રૂ. ૧૦૦ પ્રતિ ઇક્વિટી શેર, જે રૂ. ૧,૬૮૭.૨૦ એકત્રિત કરશે અને રૂ. ૮૭૮.૪૦ એકત્રિત કરતા ૮,૭૮,૪૦૦ ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલ સામેલ છે, જે શ્રી નવીન નંદકુમાર કોરપે, શ્રીમતી અનિતા કોરપે, અક્ષય કોરપે અને કેદાર કોરપે  દ્વારા છે, જેમાંના રૂ. ૧૦ની મૂળ કિંમતના ૧,૩૪,૪૦૦ ઇક્વિટી શેર્સ રૂ. ૧૦૦ની કિંમતે અને રૂ. ૧૩૪.૪૦ લાખ એકત્રિત કરશે, તે માર્કેટ મેકરના સબસ્ક્રિપ્શન માટે અનામત રહેશે. માર્કેટ મેકર માટેના અનામત સિવાયનું ભરણું રૂ. ૧૦ની મૂળ કિંમતના પ્રત્યેક ઇક્વિટી શેરનું રૂ. ૧૦૦ની પ્રત્યેક ઇક્વિટી શેરની કિંમતે ૨૪,૩૧,૨૦૦ ઇક્વિટી શેર્સ માટે છે જે રૂ. ૨,૪૩૧.૨૦ લાખ એકત્રિત કરશે. તમામ સંભવિત રોકાણકારો ભરણામાં એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ પ્રક્રિયાથી, એ બેન્ક ખાતાની વિગત પૂરી પાડીને ભાગ લઈ શકશે, જેમાં ભરણા માટેની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિંડિકેટ બેન્ક્‌સ બ્લોક કરશે. આ સંદર્ભે વધુ વિગતો માટે ‘ભરણાની પ્રક્રિયા’ શીર્ષક ધરાવતા, આ પ્રોસ્પેક્ટસના પાના ક્રમાંક ૨૮૦માં આપેલા વિભાગ પર ધ્યાન આપવાનું વિશેષરૂપે જણાવવામાં આવે છે. રિફંડમાં કશાક કારણસર વિલંબ થશે તો અમારી કંપની વિલંબના સમયગાળા માટે અરજીની રકમ પર વાર્ષિક ૧૫%ના દરે વ્યાજ ચૂકવશે. ઇશ્યુ અને નેટ ઇશ્યુને, કંપનીના ઇશ્યુ પછીના પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલમાં હિસ્સો, અનુક્રમે ૨૬.૪૮% અને ૨૫.૧૪% રહેશે. ઇશ્યુના લીડ મેનેજર્સ હેમ સિક્યોરિટીઝ લિમિટેડ છે. ઇશ્યુના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે. એએનઆઇ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ લિમિટેડના ઇક્વિટી શેર્સ એનએસઇના એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કરવાના પ્રસ્તાવ છે.