પીરાણા ખાતે રાજ્યકક્ષાની ઓપન વિભાગની વોલીબોલ સ્પર્ધા યોજાઈ

964
guj7112017-5.jpg

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે જિલ્લા રમતગમત અધિકારી-અમદાવાદ ગ્રામ્ય આયોજીત-ર૦૧૭ ઓપન વિભાગ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી.
રાજ્યકક્ષાની વોલીબોલ સ્પર્ધાના ઓપનિંગ સમયે રમતગમત અધિકારી બી.જે. દેસાઈ, વોલીબોલ નેશનલ અમ્પાયર નરેન્દ્રભાઈ, કે.એમ. મોદી ગુજરાત રાજ્ય વોલીબોલ એસોસીએશન સેક્રેટરી, સંસ્થાના આચાર્ય શાંતિભાઈ પટેલ તથા ખેલમહાકુંભના નોડલ ઓફિસર ભાવિનભાઈ દેસાઈ સહિત ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તમામ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય બાદ સર્વધર્મ સમભાવની પ્રાર્થના કરવામાં આવેલ.
ઓપન વિભાગની વોલીબોલ સ્પર્ધામાં ભાઈઓની કુલ ૩૧ ટીમોએ ભાગ લીધેલ. તેમાંથી ખેડા પ્રથમ, ગાંધીનગર દ્વિતિય, વડોદરા તૃતિય સ્થાને રહેવા પામેલ. જ્યારે ખેલમહાકુંભની વોલીબોલ શિક્ષકોની ૯ ટીમોએ ભાગ લીધેલ. તેમાંથી પ્રથમ સુરેન્દ્રનગર, દ્વિતિય નવસારી અને તૃતિય સ્થાને બનાસકાંઠા જિલ્લો રહેલ. દસકોઈ તાલુકાના રમણભાઈ સોઢા-મંત્રી, રમેશભાઈ પરમાર, કનુભાઈ પટેલ, ધોલેરા તથા અન્ય રેફરીઓ દ્વારા ન્યાયીક નિર્ણાયક તરીકે ભૂમિકા અદા કરી હતી.

Previous articleએએનઆઈ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ ૦૮ નવેમ્બર ૨૦૧૭ના રોજ ખુલશે
Next articleધોલેરા પોલીસે ર૧ ભેંસોને કતલખાને લઈ જતા બે ટ્રકો ઝડપી જીવ બચાવ્યા