ઘોઘા ખાતે મહિલા ખેડૂત સંમેલન યોજાયું

766
bvn20122017-1.jpg

ઉત્થાન સંસ્થા ભાવનગર પ્રેરિત સમર્થન મહિલા સંગઠનના સ્વર્ણિમ કેન્દ્ર દ્વારા ઘોઘા બીઆરસી ભવન ખાતે મહિલા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોઘા તાલુકા વિકાસ અધિકારી પરમાર, પશુ ચિકિત્સક હરિતભાઈ સુગાણી અને મફત કાનુની સેવા સત્તા મંડળના વકીલ અસીતભાઈ શેખ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં મહિલા ખેડૂતના મુદ્દે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. પશુપાલનએ રોકડીયો વ્યવસાય છે અને મહિલા ખેડૂતે પોતાના વારસાઈ માટે જાગૃત બની વારસાઈ કરવી, મહિલાઓના હક્ક-હિસ્સા વિશે જાણકારી આપવામાં આવી હતી.

Previous articleવાસણભાઈ આહિરને મંત્રી બનાવાતા ભેરાઈ ગામે આહિર સમાજ દ્વારા આતશબાજી કરાઈ
Next articleડો.વિપુલ પુરોહીતનું વ્યાખ્યાન યોજાયું