મહુવા દરબારગઢ પાસે તીનપતીનો જુગાર રમતા પાંચ શકુની ઝડપાયા

989
bvn2232018-4.jpg

મહુવા દરબારગઢ પાસે જાહેરમાં તનીપત્તીનો જુગાર રમતા પાંચ શકુનીઓને એલસીબી અને મહુવા પોલીસ સ્ટાફે રેડ  કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતાં.
ભાવનગર એલસીબીના સ્ટાફના માણસો મહુવા સીટી વિસ્તારમાં મહુવા પો.સ્ટે.ના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન વાછડાવીર મંદિર પાસે બજારમાં આવતા પો.કો. તરૂણભાઈ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે, મહુવા, દરબારગઢ મુતરડી પાસે ચોકમાં જાહેરમાં અમુક ઈસમો ભેંગા થઈ ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે. હકિકત આધારે રેઈડ કરતાં જાહેરમાં તીનપતીનોહારજીતનો જુગાર રમતા અશોકભાઈ બાલાભાઈ ચૌહાણ, સાદિકભાઈ અનુભાઈ શેખ, મજીદભાઈ ઉર્ફે પોપટ બીલાલભાઈ મકવા, મુસ્તફા ઉર્ફે પેંડો ખાલીદભાઈ જુફના, રવજીભાઈ કરશનભાઈ ચૌહાણ કુલ પ માણસો ગંજીપતાના પાના, રોકડ રૂા. ૮,૪ર૦/- તથા મોબાઈલ- ૩ કિ રૂા. ર,૦૦૦/- મળી કુલ રૂા. ૧૦,૪ર૦ના મુદ્દામાલ સાથે પકડાય ગયેલ જે. તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ. તેઓ વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધ ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
આ કામગીરીમાં એલસીબીના પો.ઈન્સ. ડી.એમ. મિશ્રા તથા એલસીબી સ્ટાફના મહિપાલસિંહ ગોહિલ, જયરાજસિંહ ખુમાણ, તરૂણભાઈ નાંદવા, મહુવા પો.સ્ટે.ના બનેસંગભાઈ મોરી, નરેશભાઈ બારૈયા, બનેસંગભાઈ મકવાણા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

Previous articleરાજુલાના ભેરાઈ ગામે ટ્રેકટર પલ્ટી જતા એકનું મોત નિપજ્યુ
Next articleકુંભારવાડામાં હેમંત ચૌહાણનો ડાયરો