અમ્બર એન્ટરપ્રાઇઝીસ ઇન્ડિયા લિમિટેડનો ઈશ્યુ ૧૭મીએ ખુલશે

800
guj1212018-2.jpg

અમ્બર એન્ટરપ્રાઇઝીસ ઇન્ડિયા લિમિટેડએ ૧૭ જાન્યુઆરી, ૨૦૧૭ને બુધવારનાં રોજ રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરએ નો કુલ રૂ. ૬,૦૦૦ મિલિયનનો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. આ આઇપીઓમાં રૂ. ૪,૭૫૦ મિલિયનનાં ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને રૂ. ૧,૨૫૦ મિલિયનનાં ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે. બિડ/ઓફર ૧૯ જાન્યુઆરી, ૨૦૧૮ને શુક્રવારે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર આ આઇપીઓ ખુલવાની તારીખનાં એક દિવસ અગાઉ એટલે કે ૧૬ જાન્યુઆરી, ૨૦૧૮ને મંગળવારે કરી શકશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૮૫૫થી રૂ. ૮૫૯ છે.
બિડ લઘુતમ ૧૭ ઇક્વિટી શેરનાં લોટમાં અને પછી ૧૭ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. ૮ જાન્યુઆરી, ૨૦૧૮નાં રોજ રજૂ થયેલ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્‌સ મારફતે ઇક્વિટી શેર ઓફર થઈ છે તથા બીએસઈ લિમિટેડ  અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર તેનું લિસ્ટિંગ થશે. ઓફરનાં ઉદ્દેશો માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ બીએસઇ હશે.કંપની અને વિક્રેતા શેરધારકો બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચાવિચારણા કરીને ફાળવણીની કિંમત પર વિવેકાધિન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઇબી પોર્શનનો મહત્તમ ૬૦ ટકા હિસ્સો ફાળવી શકે છે તેમાંથી એક-તૃતિયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્‌સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્‌સ પાસેથી પ્રાપ્ત માન્ય બિડ્‌સ એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇઝ પર કે તેનાથી વધારે પ્રાઇઝ પર મળવાને આધિન છે. ઉપરાંત ક્યુઆઇબી પોર્શનનો ૫ ટકા હિસ્સો (એન્કર રોકાણકારના હિસ્સાને બાદ કરતાં) મ્યુચ્યુઅલ ફંડ્‌સને જ સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સમપ્રમાણ આધારે તમામ ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે, જે ઓફર પ્રાઇસ પર કે તેનાથી વધારે કિંમત પર બિડ મળવાને આધિન છે. વળી ઉપરાંત સેબી રેગ્યુલેશનનાં નિયમો મુજબ, ઓફરનો લઘુતમ ૧૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાકીય રોકાણકારોને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ઓફરનો લઘુતમ ૩૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Previous articleકલોલ તાલુકા પંચાયતના મહિલા સભ્ય ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા
Next articleમહિન્દ્રા એએમસીએ ‘મહિન્દ્રા ઉન્નતિ ઇમર્જિંગ બિઝનેસ યોજના’ લોંચ કરી